કાકા જીતી ગયા તો માનગઢ ચોક પર તમને ખભે બેસાડીસઃ અલ્પેશ કથિરિયાની ખુલ્લી ચેલેન્જ

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરતઃ સુરતમાં રાજકીય માહોલ હાઈ થયો છે, વિધાનસભા ચૂંટણીઓને લઈને જ્યાં ગુજરાત ભરમાં વડાપ્રધાનથી લઈ કોંગ્રેસના નવ નિયુક્ત અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ સભાઓ ગજવી રહ્યા છે ત્યારે સુરતનો માહોલ કાંઈક ઓર છે. આંદોલનથી રાજકીય ક્ષેત્રમાં પગલા માંડનાર નેતાઓએ ભાજપને પણ ખુલ્લી ચેલેન્જ આપી છે. સુરતના અલ્પેશ કથિરિયાએ ભાજપના ઉમેદવારને જીતશો તો ખભે બેસાડીશ તેવી જાહેરમાં ચેલેન્જ ફેંકી છે.

અલ્પેશ કથિરિયાએ કહ્યું…
સુરતના વરાછા વિધાનસભા બેઠકથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર અલ્પેશ કથિરિયાએ આ જ બેઠક પરથી ભાજપના ઉમેદવાર કુમાર કાનાણીને પડકાર ફેંક્યો છે. તેઓએ કાકા તરીકે સંબોધન કરતાં કહ્યું કે, કાકા ભત્રીજો હોવાથી હું તમને ખાતરી આપું છું અને પહેલી ડિસેમ્બરે તમારો જન્મ દિવસ છે. કાકા તો વરાછાની જનતાને તમને મત આપવાની અપીલ કરું છું. કાકા 1 તારીખે તમારો જન્મ દિવસ છે તો જો તમે જીતશો તો હું તમને માનગઢ ચોક પર મારા ખભા પર બેસાડીશ.


 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT