મહીસાગર જિલ્લામાં રોડ બન્યો એ પહેલા જ લાગ્યો ભ્રષ્ટાચારનો આરોપ, તંત્રએ કર્યો બચાવ

ADVERTISEMENT

mahisagar road
mahisagar road
social share
google news

વીરેન જોશી, મહીસાગર: ચૂંટણી નજીક છે ત્યારે સરકાર ધૂળિયા તૂટેલા રોડ ચકચકાટ કરવા 500 કરોડોથી વધુ રૂપિયા ફાળવ્યા તો બીજી તરફ Mahisagar જિલ્લામાં કરોડો રૂપિયાના ખર્ચથી રોડનું વિસ્તૃતીકરણ કરીને બનાવવામાં આવતા નવીન રોડમાં શરુઆતથીજ ગ્રામજનો દ્વારા થઈ રહ્યા છે ભ્રષ્ટાચારના આક્ષેપ.

મહીસાગર જિલ્લાના લુણાવાડાથી સંતરામપુર રોડ પર રફાઈ થી હરિઘરના મુવાળા થી મોટી સરસણ સુધીનો 10 કિલોમીટરનો રોડ કે જે રોડ 12 કરોડ રૂપિયાની માતબાર રકમથી વિસ્તૃતીકરણ કરી નવીન બનાવવામાં આવી રહ્યો છે ત્યારે આ રોડ પર કામ શરૂ થઈ ગયું છે અને જે કામ ગુણવત્તા વગરનું થઈ રહ્યું હોવાના ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યા છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, જે રોડ બની રહ્યો છે તે લુણાવાડા સંતરામપુર સુધીના મુખ્ય રોડ પર બની રહ્યો છે અને આ રોડ પર વારંવાર અકસ્માતો થતા વાહન ચાલકોના મોત નપીજ્યા છે. અનેક રજુઆત બાદ સરકાર દ્વારા નાગરિકો સુવિધા યુકત સલામત અને સુરક્ષિત રીતે તેવા ઉમદા હેતુથી જ્યારે નવીન રોડ પહોળો બનાવવામાં આવી રહ્યો છે.

ગુણવત્તાનું મટીરીયલના ઉપયોગનો આરોપ
સરકાર દ્વારા કરોડો રૂપિયા રોડ પાછળ ખર્ચ કરવામાં આવી રહ્યા છે. ત્યારે નવીન રોડ બનવાની શરૂઆતમાંજ કોન્ટ્રાક્ટકર દ્વારા અધિકારીઓ સાથે મિલિભગત કરી હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરી રહ્યા છે. રોડ બનાવવામાં આમ જ હલકી ગુણવત્તાનું મટિરિયલ વાપરવામાં આવશે તો રોડની મજબૂતાઇ જળવાશે નહિ. રોડમાં થોડાજ સમયમાં ખાડા પડી જશે. ફરી પછી હતી તે જ સ્થિતિનું નિર્માણ થશે.માટે તાત્કાલિક અધિકારીઓ આ રોડનું નિરીક્ષણ કરી ભ્રષ્ટાચાર રોકે તે જરૂરી છે તેમ આ રોડ પરથી પસાર થતા અને રોડ નજીક રહેતા ગ્રામજનોનું કહેવું છે

ADVERTISEMENT

તંત્રએ કર્યો બચાવ
ગ્રામજનોએ કરેલ આક્ષેપ બાબતે આર એન્ડ બી ડીવીઝનના ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર શરદ રોજગારે ગુજરાત તક સાથે વાત કરતા જણાવ્યું હતું કે, બે ભાગમાં બનતા આ રોડની લંબાઈ 10 કિલોમીટર છે. જેનો ખર્ચ 12 કરોડ રૂપિયા છે અને નવીન બની રહેલ રોડમાં તપાસ કરતા જો રોડની ગુણવત્તા બરાબર નહિ હોય તો કોન્ટ્રાક્ટકર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવી પોતાનો તેમજ કોન્ટ્રાક્ટકરનો બચાવ કરતા જોવા મળ્યા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT