GUJARAT ના આ 11 નેતાઓ પર હતી તમામની નજર, જાણો કોનું શું થયું?

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પિક્ચર ક્લિયર થઇ ચુક્યું છે. ભાજપે ઐતિહાસિક વિજય પ્રાપ્ત કરીને તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. એન્ટીઇન્કમ્બન્સીના કુચ્ચા નિકળી ચુક્યાં છે. ત્યારે વિવિધ પક્ષોનાં એવા ચહેરાઓ કે જેના પર સૌની નજર હતી. તેઓ જીત્યા છે કે, હાર્યા તેના પર સમગ્ર ગુજરાતની જીત થઇ ચુકી છે. જેમાંરીવા જાડેજા, હાર્દિક પટેલ, ઇસુદાન ગઢવી, અલ્પેશ ઠાકોર, ગોપાલ ઇટાલીયા, ધાર્મિક માલવિયા, અલ્પેશ ઠાકોર, જિજ્ઞેશ મેવાણી, ચૈતર વસાવા અને મધુ શ્રીવાસ્તવ, ગાંધલ જાડેજા, પબુભા માણેક અને કાંતિ અમૃતિયાનો સમાવેશ થાય છે.

(1) રીવા જાડેજા
રીવા જાડેજા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની છે. ભાજપની મહિલાઓને ટિકિટ આપવાની રણનીતિ હેઠળ તેમને ટિકિટ આપવામાં આવી હતી. રીવા જાડેજા પોતે દિલ્હીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે. ગુજરાતી અને અંગ્રેજી પર સારુ પ્રભુત્વ ધરાવે છે. યુપીએસસીની તૈયારી કરી રહ્યા છે. રીવા જાડેજા ખેડીવાડી ઉપરાંત ખાંભા અને રાજસમઢિયાળામાં બે શાળા ધરાવે છે. સાસણમાં ફાર્મ અને નવલખી બંદર પર વે બ્રિજ ધરાવે છે.

(2) હાર્દિક પટેલ
પાટીદાર અનામત આંદોલનથી માધ્યમોમાં ચમકેલા અને કોંગ્રેસમાં જોડાયા બાદ હૃદય પરિવર્તન થતા ભાજપમાં આવેલા નેતા હાર્દિક પટેલ છે. અમદાવાદ જિલ્લાની વિરમગામ વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી કરી. 2015માં અમદાવાદમાં મોટી સંખ્યામાં પાટીદારોને એકઠા કરી આંદોલનનું રણશિંગુ ફુંક્યું અને સમગ્ર દેશના સવર્ણોને 10 ટકા અનામત અપાવી ચુક્યા છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં જોવા મળી હતી. ભાજપે ઘણી સીટો ગુમાવી હતી. 99 સીટમાં સમેટાઇ ગઇ હતી. જો કે હવે ભાજપમાંથી જીત પણ પ્રાપ્ત કરી લીધી છે.

ADVERTISEMENT

(3) ઇસુદાન ગઢવી
ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો CM પદનો ચહેરો અને ખંભાળિયા બેઠકના આપના ઉમેદવાર ઈસુદાન ગઢવી વ્યવસાયે પત્રકાર હતા. જામખંભાળિયા તાલુકાના પિપળિયા ગામના વતની છે. ઈસુદાને દુરદર્શનથી કારકિર્દીની શરૂઆત કરી. ત્યાર બાદ એક મીડિયા સમુહમાં એડિટરની પોસ્ટ સુધી પહોંચ્યા. માતા પત્ની અને બે બાળકો સાથે અમદાવાદમાં સ્થાયી થયાં હતાં. અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠ ખાતે 2005માં તેમણે જર્નલિઝમ અને માસ કોમ્યુનિકેશનમાં માસ્ટર ડીગ્રી મેળવી હતી.

(4) અલ્પેશ ઠાકોર
ગાંધીનગર દક્ષિણ બેઠક પર ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરે કોંગ્રેસી પરિવારમાંથી આવીને કોંગ્રેસથી જ પોતાની રાજનીતિની શરૂઆત કરી. 2017માં કોંગ્રેસમાંથી રાધનપુર બેઠક પરથી ચૂંટણી લડી જીત મેળવી અને રાધનપુરમાંથી ધારાસભ્ય બન્યા. કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા અને 2019ની રાધનપુર બેઠકની પેટાચૂંટણીમાં હાર્યા. આ વખતે ગાંધીનગર દક્ષિણથી લડ્યા અને જીત્યા. ઠાકોરની પત્નીનું નામ કિરણ ઠાકોર છે અને સંતાનમાં બે પુત્રો ઉત્સવ અને અભય છે. ઠાકોર સેના દ્વારા લાઇમલાઇટમાં આવ્યા અને દારૂ મુદ્દે સરકારને ઘેરી હતી.

ADVERTISEMENT

(5) અલ્પેશ કથીરિયા
સુરતની વરાછા માર્ગ બેઠકના આપના ઉમેદવાર અલ્પેશ કથીરિયા અમરેલી જિલ્લાના મોટા ગોખરવાળા ગામના વતની છે. હાલ સુરતના નાના વરાછા ખાતે રહે છે. કથીરિયાએ LLBનો અભ્યાસ કર્યો છે. અલ્પેશ પાટીદાર અનામત આંદોલનમાં હાર્દિક પછીનો બીજા નંબરનો ચહેરો ગણાય છે. 2015માં હાર્દિક પટેલ સુરત આવ્યા ત્યારે તેમની સાથે મુલાકાત થઇ ત્યારથી આ આંદોલનમાં જોડાયો હતો. રાજદ્રોહ જેવા ગંભીર ગુના પણ તેમની વિરુદ્ધ લાગ્યા હતા. હાર્દિક ભાજપમાં જોડાયા બાદ લાંબો સમય સુધી તટસ્થ રહ્યા બાદ તેમણે આમ આદમી પાર્ટી સાથે જોડાણ કર્યું અને વરાછાથી ટિકિટ મળી હતી. જો કે આશ્ચર્યજનક બાબત છે કે, અલ્પેશની સગાઇ થઇ તે કાવ્યા પહેલ ભાજપ નેતા અને પૂર્વ કોર્પોરેટર છે.

ADVERTISEMENT

(6) ગોપાલ ઇટાલિયા
સુરતની કતારગામ બેઠકના આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા પાટીદાર આંદોલનનો ચહેરો હતા. ત્યાર બાદ ગુજરાત સરકારના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર હુમલો કરીને ચર્ચામાં આવ્યા. ત્યાર બાદ હિન્દુ ધર્મ અંગે વિવાદિત નિવેદનના કારણે ચર્ચામાં આવ્યા બાદ આપમાં જોડાયા અને સંગઠન બનાવીને આપના પ્રદેશ પ્રમુખ બન્યા હતા. જો કે આજે કતારગામ વિધાનસભા સીટ પરથી હારનો સામનો કરવો પડ્યો હતો.

(7) જિજ્ઞેશ મેવાણી
વડગામ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જિજ્ઞેશ મેવાણી છે. તેઓ ગુજરાત વિધાનસભામાં વડગામના ધારાસભ્ય છે. સામાજિક આંદોલનકારી હતા અને ઉનાકાંડથી માધ્યમોમાં ચમકતા થયા. દલિતો પર થતા અત્યાચાર મુદ્દે ઉભરીને બહાર આવ્યા. ત્યાર બાદ અપક્ષ તરીકે વડગામથી ધારાસભ્ય બન્યા અને કોંગ્રેસમાં જોડાયા બાદ કાર્યકારી પ્રમુખ બન્યા અને કોંગ્રેસે વડગામથી જ આ વખતે પણ જીત પ્રાપ્ત કરી.

(8) ચૈતર વસાવા
છોટુભાઈ વસાવાના ગઢમાં 34 વર્ષના આદિવાસી યુવાન ચૈતર વસાવાએ ગાબડુ પાડ્યું છે. સામાન્ય આદિવાસી ખેડૂત પરિવારનો દીકરો ચૈતર વસાવા ડેડિયાપાડાથી આપમાંથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. એક સમયે બીટીપીના દિગ્ગજ નેતા છોટુ વસાવાની નજીકના નેતા ગણવામાં આવતા હતા. બીટીપીનું ગ્રાઉન્ડ વર્ક આ યુવાનો જ કરતા હતા. જો કે આમ આદમી પાર્ટી આવ્યા બાદ ચૈતર વસાવાએ આમ આદમી પાર્ટી તરફથી ન માત્ર ઉમેદવાર બન્યા ડેડિયાપાડાથી જીત પણ પ્રાપ્ત કરી હતી.

(9) મધુશ્રીવાસ્તવ
વાઘોડીયાથી ભાજપના ધારાસભ્ય અને ટિકિટ કપાયા બાદ અપક્ષ ઉમેદવારી કરી હતી. હનુમાનદાદાની ગદા ચાલશે અને ભાજપ ભાગશે તેવા નિવેદન આપીને ચર્ચામાં આવ્યા હતા. પોતાની દબંગ ઇમેજના કારણે વારંવાર મીડિયામાં ચમકતા રહેતા નેતા મધુ શ્રીવાસ્તવ વાઘોડીયાથી અપક્ષ લડ્યા અને હાર્યા હતા. શ્રીવાસ્તવ ટ્રક ડ્રાઇવર હતા ત્યાર બાદ અપક્ષ જીત્યા અને ત્યાર બાદ ભાજપમાં લાંબી ઇનિંગ રમ્યા બાદ છેલ્લે ટિકિટ કપાતા ફરી અપક્ષ લડ્યા અને હાર્યા હતા.

(10) પબુભા માણેક
ભાજપના દ્વારકાના ઉમેદવાર અને પોતાની દબંગ ઇમેજના કારણે લોકમુખે રહેલા પબુભા જીતી ગયા હતા. દ્વારકામાં છેલ્લી 7 ટર્મથી ચૂંટાઈ આવતાં પબુભા માણેકને ભાજપે ફરી રિપીટ કર્યા છે. 1990માં તેમના વિસ્તારના તમામ સમાજના લોકો તેમના પિતાને પુત્રને રાજકારણમાં લાવવા અપીલ કરી અને રાજકારણમાં આવેલા પબુભા આજે પણ દ્વારકામાં અજેય નેતા માનવામાં આવે છે.

(11) કાંધલ જાડેજા (કુતિયાણા)
પોરબંદર જિલ્લાની કુતિયાણા વિધાનસભા બેઠક પર કાંધલ જાડેજાનું એકહથ્થુ શાસન છે. કોઇ પણ પક્ષ હોય કે ના હોય કાંધલ જાડેજા પોતે જ બ્રાંડ છે. અગાઉ એનસીપીમાંથી ધારાસભ્ય હતા. જો કે એનસીપીએ મેન્ડેટ નહી આપતા સપામાંથી ઉમેદવાર બન્યા અને જીતી ચુક્યા છે. 2007 બાદ આ સીટ પર ક્યારે પણ ભાજપ જીતનો સ્વાદ ચાખી શકી નથી.

    follow whatsapp

    ADVERTISEMENT