દૂધસાગર ડેરી સાગર દાણ કૌભાંડમાં વિપુલ ચૌધરી સહિત 15 આરોપી દોષિત જાહેર, કોર્ટે 7 વર્ષની સજા ફટકારી

ADVERTISEMENT

gujarattak
social share
google news

મહેસાણા: મહેસાણાની દૂધસાગર ડેરીમાં સાગરદાણ કૌભાંડ મામલે વિપુલ ચૌધરીની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન મહેસાણા ચીફ કોર્ટે કૌભાંડ કેસમાં વિપુલ ચૌધરી સહિત 15 આરોપીઓને દોષિત જાહેર કરી સજા સાંભળવવામાં આવી છે . જ્યારે કૌભાંડ કેસમાં 4 કર્મચારીઓને નિર્દોષ જાહેર કર્યા છે.

 દૂધસાગર ડેરીના તત્કાલીન ચેરમેન વિપુલ ચૌધરી સહિત 22 લોકો આ કેસમાં આરોપી છે. 22 આરોપીઓ પૈકી 3ના મૃત્યુ થયા છે.  2013 ના વર્ષમાં રૂ.22.50 કરોડનું મહારાષ્ટ્રમાં સાગરદાણ મોકલાવ્યું હતું. 2014 માં વિપુલ ચૌધરી સહિતના આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી હતી. સાગરદાણ કૌભાંડમાં પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે 21 હજાર પાનાની ચાર્જશીટ દાખલ થઈ હતી. ત્યારે કેસના 15 આરોપી ને સજા સાંભળવવામાં આવી છે.

7 વર્ષની સજા
આ કેસમાં કુલ 22 આરોપી હતા. જેમાંથી 3 નું મૃત્યુ થયું છે. જ્યારે 4 આરોપીઓને નિર્દોષ છોડવામાં આવ્યા છે. વિપુલ ચૌધરી સહિત  કુલ 15 ને 7 વર્ષની સજા અને 5000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તમામને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કરવામાં આવ્યો છે.

ADVERTISEMENT

જાણો શું છે આ ઘટના
વિપુલ ચૌધરી  દૂધસાગર ડેરીના ચેરમેન હતા. આ દરમિયાન દૂધ સાગર ડેરીમાંથી મહારાષ્ટ્રમાં સાગર દાણ મોકલવામાં આવ્યુ હતું. કોઇપણ મંજૂરી વિના આ સાગર દાણ મહારાષ્ટ્રની  મહાનંદા ડેરીને સાગરદાણ 22.50 કરોડનું મોકલવામાં આવ્યું હતું. જેના કારણે દૂધસાગર ડેરીને રૂપિયા 22.50 કરોડનું નુકસાન થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિપુલ ચૌધરીને NDDBના ચેરમેન બનવાની ઇચ્છા હતી. જેથી તત્કાલિન કૃષિમંત્રીને રિઝવવા સાગરદાણ મોકલાયાનો તેમના પર આરોપ હતો. તે સમયે તત્કાલિન કૃષિમંત્રી પદે શરદ પવાર સત્તામાં હતા. GMMFCની મંજૂરી વિના જ સાગરદાણ મહારાષ્ટ્ર મોકલવામાં આવ્યું હતું અને સાગર દાણ મોકલવા પાછળનું કારણ  મહારાષ્ટ્રમાં દુકાળ હોવાનું જણાવવામાં આવ્યું હતું.

જાણો કોને સજા કરવામાં આવી
વિપુલભાઈ માનસીભાઈ ચૌધરી
મોદી રશ્મિકાંત અંબાલાલ
પ્રથમેશભાઈ રમેશભાઈ પટેલ
નિશિથ બક્ષી (ડેરીના પૂર્વ એમડી)
જલાબેન દેસાઈ
ચંદ્રિકાબેન
ઝેબરબેન રબારી
જોઈતા ભાઈ ચૌધરી
જયંતીભાઈ ગીરધરભાઈ ચૌધરી
કરસનભાઈ રબારી
જેઠાજી ઠાકોર
વિરેન્દ્રસિંહ ઠાકોર
ઇશ્વરભાઇ પટેલ
ભગવાન ભાઈ ચૌધરી
દિનેશભાઈ દલજીભાઈ ચૌધરી

ADVERTISEMENT

શંકાનો લાભ આપીને છોડી મુકાયેલા આરોપી
ઇશ્વરભાઇ પ્રભુદાસ પટેલ
પ્રવીણભાઈ ભામ્ભી
બીપીનચંદ્ર મોહનલાલ પટેલ
પ્રભાત ખોડાભાઈ રબારી

ADVERTISEMENT

(વિથ ઈનપુટ: કામિની આચાર્ય, મહેસાણા )

follow whatsapp

ADVERTISEMENT