વાસણા બેરેજ ઓવરફ્લો થવાની આશંકા! અમદાવાદનાં નીંચાણવાળા વિસ્તારોમાં એલર્ટ
અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં અત્યારસુધી આ સિઝનનો 75 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. જેના પરિણામે નર્મદા કેનાલમાં સારા એવા પ્રમાણમાં પાણીની આવક થઈ છે. તેવામાં રિપોર્ટ્સ…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં અત્યારસુધી આ સિઝનનો 75 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. જેના પરિણામે નર્મદા કેનાલમાં સારા એવા પ્રમાણમાં પાણીની આવક થઈ છે. તેવામાં રિપોર્ટ્સ પ્રમાણે નર્મદા કેનાલમાં 1 હજાર 177 ક્યુસેક પાણીની આવક થતા હવે આજે શુક્રવારે અમદાવાદના વાસણા બેરેજમાંથી પાણી છોડવામાં આવશે. તેવામાં બેરેજ ઓવરફ્લો થવાના ભય વચ્ચે અમદાવાદનાં નીંચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે.
વાસાણા બેરેજ 134.50 મીટરની સપાટીએ પહોંચ્યું
અત્યારે ફતેવાડી કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારપછી અમદાવાદનાં વાસણા બેરેજમાંથી પણ પાણી છોડાશે. અત્યારે વાસણા બેરેજની કુલ સપાટી 134.50 મીટર છે, જેના કારણે જો પાણી છોડવામાં આવે અને ઓવરફ્લોની સ્થિતિ સર્જાય તો સ્થાનિકોને મુશ્કેલી ઊભી થઈ શકે છે. આ મુદ્દાને ધ્યાનમાં રાખીને નીંચાણવાળા વિસ્તારો પૈકી પાલડી, નવાગામ, પીરાણા, સરોડાને એલર્ટ કરી દેવાયા છે.
નર્મદા ડેમના 5 દરવાજા ખોલાશે
નર્મદા ડેમની જળ સપાટી સતત વધી રહી હોવાથી તેના પાંચ દરવાજા ખોલવામાં આવશે. અત્યારે તેની કુલ સપાટી 133.51 મીટરે પહોંચી ગઈ છે. વળી આ મહત્તમ સપાટીથી માત્ર 5.17 મીટર દૂર હોવાથી દરવાજા ખોલવાની ફરજ પડી છે. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે 12 વાગ્યે નર્મદા ડેમના 5 રેડિયલ ગેટ 1 મીટર સુધી ખોલી 10 હજાર ક્યુસેકથી દોઢ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે. આના પરિણામે સ્થાનિક વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે.
ADVERTISEMENT
વેધર અપડેટ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે શુક્રવારે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. અગાઉ રિપોર્ટ્સ પ્રમાણે ગત 24 કલાકમાં 186 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો.
ADVERTISEMENT