ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી બે કાંઠે, અમદાવાદીઓને આજે રાત્રે Riverfront ન જવા આદેશ

ADVERTISEMENT

સાબરમતી રિવરફ્રન્ટની તસવીર
સાબરમતી રિવરફ્રન્ટની તસવીર
social share
google news

અમદાવાદ: ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના પગલે અમદાવાદને (Ahmedabad) પાણી પૂરું પાડતા ધરોઈ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. જેને પગલે સાબરમતી (Sabarmati) નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે અમદાવાદમાં પણ રિવરફ્રન્ટ (Riverfront) પર લોકોને ન જવા માટે સૂચના આપવામાં આવી છે.

બુધવારે સાંજે 4 વાગ્યા સુધીમાં સાબરમતી નદીમાં ધરોઈ ડેમમાંથી 60થી 80 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું. હાલમાં ધરોઈ ડેમમાં પાણીનું સ્તર 188.620 મીટર છે. એટલે કે કુલ સંગ્રહ ક્ષમતાના 87.74 ટકા પાણી ડેમમાં છે. એવામાં વધુ 1 લાખ ક્યૂસેક જેટલું પાણી સાબરમતિ નદીમાં છોડવામાં આવશે.

રિવરફ્રન્ટને રાત્રે 9 વાગ્યાથી બંધ કરી દેવાશે
ધરોઈ ડેમમાં થઈ રહેલી પાણીની સતત આવકના પગલે અમદાવાદ રિવરફ્રન્ટના કાંઠાના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થવાની આશંકાને પગલે રાત્રે 9 વાગ્યાથી રિવરફ્રન્ટ વોક વે બંધ કરી દેવામાં આવશે. ધરોઈ ડેમમાંથી સાબરમતીમાં કુલ 1 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવશે. આ છોડાયેલું પાણી રાત્રે 3 વાગ્યા આસપાસ અમદાવાદમાં રિવરફ્રન્ટ પર પહોંચે તેવી શક્યતા છે.

ADVERTISEMENT

વાસણા બેરેજની સપાટી 128 ફૂટ પહોંચી
બુધવાર બપોર સુધીમાં વાસણા બેરેજની સપાટી 128 ફૂટ હતી, જ્યારે કુલ 7 ગેટને 3 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. જેમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. એવામાં ધરોઈ ડેમમાંથી વધુ પાણી સાબરમતીમાં છોડાતા વોક વે સુધી પાણી આવવાની પણ સંભાવના છે. ત્યારે સાવચેતીના ભાગ રૂપે રાત્રે 9 વાગ્યાથી જ વોક વેને બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી કોઈ દુર્ઘટના ન સર્જાય.

સાબરમતીમાં 10 ગામના લોકોને એલર્ટ કરાયા
ધરોઈ ડેમ અને લાકરોડા બેરેજમાંથી પાણી છોડાતાં ગાંધીનગરમાં સાબરમતી નદી બે કાંઠે થઈ છે. ગાંધીનગરના સંત સરોવર પાસે આજે સાંજે 5 વાગે 8265 ક્યુસેક્સ પાણીની આવક થઈ રહી છે. સંત સરોવરના છ દરવાજા બે ફૂટ જેટલા ખોલીને 13,422 ક્યુસેક્સ પાણી વાસણા બેરેજ તરફ છોડવામાં આવી રહ્યું છે. ઉત્તર ગુજરાતમાં અને મુખ્યત્વે સાબરમતી નદીના ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો હોવાથી ગાંધીનગરમાં પાણીનો આવરો વધવાની સંભાવનાને પગલે સંત સરોવર અને હેઠવાસના વિસ્તારોમાં 10 ગામના લોકોને સાવચેતીના પગલાં તરીકે નદી કિનારે નહીં જવાની સૂચના ગાંધીનગર મામલતદાર તરફથી આપવામાં આવી છે.

ADVERTISEMENT

ગાંધીનગરમાં આ 10 ગામના લોકોને એલર્ટ કરાયા
મધરાત પછી લાકરોડા બેરેજમાંથી વઘુ પાણી છોડવામાં આવે તેવી સંભાવનાને પગલે ગાંધીનગર મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરફથી સંત સરોવર અને હેઠવાસના ૧૦ ગામો; ઇન્દ્રોડા, શાહપુર, ધોળાકુવા, રાંદેસણ, રાયસણ, રતનપુર, વલાદ, જુના કોબા, કરાઈ અને નભોઈના નાગરિકો તથા તાલુકાના તમામ નાગરિકોને સંત સરોવર અને નદી કિનારે નહીં જવાની સૂચના આપવામાં આવી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT