SURAT માં અલ કાયદાનો વોન્ટેડ આરોપી ઝડપાયો, 8 વર્ષથી નામ બદલી અમદાવાદમાં રહેતો હતો
Surat : સુરત ક્રાઇમબ્રાંચને આજે મોટી સફળતા મળી છે. ક્રાઇમ બ્રાંચ દ્વારા બોગસ ડોક્યુમેન્ટના આધારે નકલી નામ હેઠળ બિનકાયદેસર રીતે ભારતમાં રહેતા બાંગ્લાદેશી વ્યક્તિની ધરપકડ…
ADVERTISEMENT
Surat : સુરત ક્રાઇમબ્રાંચને આજે મોટી સફળતા મળી છે. ક્રાઇમ બ્રાંચ દ્વારા બોગસ ડોક્યુમેન્ટના આધારે નકલી નામ હેઠળ બિનકાયદેસર રીતે ભારતમાં રહેતા બાંગ્લાદેશી વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી ભારતીય આધારકાર્ડ અને બાંગ્લાદેશનું ID પણ મળી આવ્યું છે. ઝડપાયેલો બાંગ્લાદેશી અસમ અલ કાયદાના વોન્ટેડ આરોપીના સંપર્કમાં પણ હોવાનું સામે આવી રહ્યું છે.
ક્રાઇમબ્રાંચે બાતમી મળતા કરી કાર્યવાહી
પોલીસ સુત્રો અનુસાર સુરત ક્રાઇમબ્રાંચે નકલી ડોક્યુમેન્ટના આધારે બાંગ્લાદેશી ઇસમ વેસુ કેનાલ રોડ પાસે રહી રહ્યો હોવાની ગુપ્ત માહિતી મળી હતી. જેના આધારે ક્રાઇમબ્રાંચની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. વેસુ કેનાલ રોડ પર રહેતા બાંગ્લાદેશના વતની અબુ બકર હજરતઅલી ઉર્ફે અલીમ હક બયજરઅલી ખાનને ઝડપી લીધો છે. જેની તપાસમાં ખુબ જ ચોંકાવનારા ખુલાસાઓ થઇ શકે છે.
નકલી આધારકાર્ડ અને 2 મોબાઇલ જપ્ત
ક્રાઇમબ્રાંચ દ્વારા તપાસ કરવામાં આવતા અબુ પાસેથી અંગ્રેજી અને બાંગ્લાદેશી ભાષામાં જન્મ પ્રમાણપત્રની નકલ મળી આવી હતી. આરોપી પાસેથી ભારતીય આધારકાર્ડ અને બાંગ્લાદેશી ID પણ મળ્યા હતા. આ ઉપરાંત તેની પાસેથી 2 મોબાઇલ પણ મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં જ ચોંકાવનારા ખુલાસા થયા છે. બાંગ્લાદેશી ઇસમ વર્ષ 2015 થી અમદાવાદમાં નામ બદલીને રહેતો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
ADVERTISEMENT
અબુ બકર બોગસ પુરાવાને આધારે ભારતમાં રહેતો હતો
અબુ બકરે બોગસ પુરાવાના આધારે નકલી આધારકાર્ડ બનાવ્યાની માહિતી મળી છે. આ આધારકાર્ડથી સીમકાર્ડ ખરીદ્યું હોવાનું સામે આવ્યું છે. ક્રાઇમબ્રાંચની પ્રાથમિક તપાસમાં અબુ બકર હજરતઅલી ઉર્ફે અલીમ હક બયજરઅલી ખાન વોન્ટેડ આરોપી મુળ બાંગ્લાદેશના હુમાયુ ખાનના સંપર્કમાં હોવાની વિગતો સામે આવી છે. હાલ તો સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ ચલાવાઇ રહી છે.
ADVERTISEMENT