ઠગ કિરણ પટેલને પાછો જમ્મુ જેલમાં મોકલાયોઃ આકાંક્ષા ક્રિએશનના માલિકની ધરપકડ
અમદાવાદઃ અમદાવાદ પોલીસે મહા ચીટર કિરણ પટેલને સકંજામાં લીધો છે. અમદાવાદમાં તેની સામે ફરિયાદ નોંધાઈ છે ત્યાં જમ્મુમાં પણ તેની સામે કાયદાકીય સકંજો કસાયેલો જ…
ADVERTISEMENT
અમદાવાદઃ અમદાવાદ પોલીસે મહા ચીટર કિરણ પટેલને સકંજામાં લીધો છે. અમદાવાદમાં તેની સામે ફરિયાદ નોંધાઈ છે ત્યાં જમ્મુમાં પણ તેની સામે કાયદાકીય સકંજો કસાયેલો જ છે ત્યારે તેને ફરી જમ્મુની જેલમાં મોકલવામાં આવ્યો છે. ત્યારે બીજી તરફ મળી રહેલી વિગતો પ્રમાણે અકાંક્ષા ક્રિએશનના માલિક પીયુષ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે.
અતીક અહેમદનું અમદાવાદ કનેક્શન! બાપુનગરના શખ્સની મદદથી જમીનના સોદા પર રાખતો હતો નજર
ઠગ પર ઘણા ગુનાઓ નોંધાયા
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઠગ કિરણ પટેલને લઈને તપાસ ચલાવાઈ રહી છે. દરમિયાનમાં તેને પોલીસે જમ્મુથી અમદાવાદ લાવ્યો હતો. આ પછી તેની સામે પુછપરછનો દૌર શરૂ થયો હતો. દરમિયાનમાં ગત 4 એપ્રિલના મંગળવારે ગુજરાત પોલીસની એક ટુકડી ટ્રાન્સફર વોરંટ સાથે કિરણની કસ્ટડી લઈ તેને અમદાવાદ લાવી હતી. આ તરફ પોલીસે 18 એપ્રિલ સુધીના તેના રિમાન્ડ મેળવ્યા હતા. તેની સામે એક ઈવેન્ટ કંપનીના માલિકે પણ 3.51 લાખની તો અન્ય એક એ 80 લાખની છેતપીંડી કર્યાની ફરિયાદ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે આ અંગે તપાસ કરી હતી. 21 એપ્રિલ સુધીના રિમાન્ડ પણ બાદમાં મેળવ્યા હતા. હવે તેને કશ્મીરની જેલમાં મોકલવામાં આવ્યો છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT