ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ મામલે ઓવૈસીએ કહ્યું: ‘ખુદ લૉ કમિશનનું કહેવું છે કે, દેશને હાલ UCCની જરૂર નથી’

ADVERTISEMENT

gujarattak
social share
google news

સૌરભ વક્તાનીયા.અમદાવાદઃ ગુજરાતમાં હાલમાં જ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનો મુદ્દો ફરી ગાજ્યો છે તેનું કારણ એવું છે કે ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં આ કોડને લાગુ કરવા મામલે કમિટિની રચના કરવાનો નિર્ણય લેવાયો છે. મુખ્યમંત્રીની આગેવાનીમાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગે જાહેરાત કરી હતી. જે મામલા પર આજે ગુજરાત પ્રવાસે આવેલા AIMIM (All India Majlis-E-Ittehadul Muslimeen)ના નેતા પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ અમારી સાથેની એક્સક્લૂઝિવ વાતચિતમાં જણાવ્યું હતું કે, મને તો ભાજપ આવું કાંઈક કરશે તેમાં નવાઈ નથી લાગી. તેમણે એવું પણ કહ્યું કે ખુદ લો કમિશને કહ્યું છે કે આ દેશને હાલ યુનિફોર્મ સિવિલ કોડની જરૂર નથી.

ભાજપ ખરા મુદ્દાઓ પર વાત કેમ નથી કરતીઃ ઓવૈસી
યુનિફોર્મ સિવિલ કોડ અંગે તેમણે કહ્યું કે, મને કોઈ નવાઈ લાગી રહી નથી. ભાજપની જુની આદ છે કે જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે આવા મુદ્દાઓ ઉઠાવે છે, પોતાના રાજકીય રોટલા શેકવા. હજુ તો આવું ઘણું થશે. મારું માનવું છે કે ભાજપ અસલ મુદ્દાઓ પર વાત કરવા જ માગતી નથી. કોવીડમાં તેઓ નાકામ થયા, તેમને બેડ ન મળ્યા, ઓક્સિજન ન મળ્યા ઘણાના મોત થયા તે તેમની નિષ્ફળતા છે. કિંમતો આકાશને આંબી રહી છે. બેરોજગારી જ યુવાનોનું ભવિષ્ય બની ગઈ છે. પગાર ઓછા થઈ ગયા છે. લોકો રોજગારીની હવે શોધ જ નથી કરતા. પોતાની આવી બધી નિષ્ફળતાઓને કવરઅપ કરવા માટે આવા મુદ્દા ઉઠાવે છે.

ADVERTISEMENT

ભાજપના જ ટ્રાયબલ નેતાઓ કાર્યકરો તેનાથી રાજી થઈ જશે?- ઓવૈસી
તેમણે કહ્યું કે, ગુજરાતમાં ટ્રાયબલ લોકો છે, તેવા લોકોને બંધારણમાં રક્ષણ છે. છોટું વસાવા આવી જાહેરાતોથી રાજી થઈ જવાના છે કે શું? ભાજપમાં જે બીજા ટ્રાયબલ લોકો છે તે આ યુનિફોર્મ સિવિલ કોડના આવવાથી રાજી થઈ જશે કે શું? તમે દારુબંધી તો કાગળ પર રાખી છે પરંતુ છતા દારુ પીને લોકો મરી પણ રહ્યા છે ગુજરાતમાં. આ અસલ મુદ્દાઓને લઈને કેમ વાત કરતા નથી. ખુદ લૉ કમિશને કહ્યું છે કે આ દેશને હાલ યુનિફોર્મ સિવિલ કોડની જરૂર નથી.

મુસલમાનના વોટ જોઈએ છે પણ તેને નજીક નથી ઈચ્છતાઃ ઓવૈસી
તેમણે ઉમેર્યું કે, આ ચૂંટણીમાં ભાજપ સહિત બીજી પાર્ટીઓ હિન્દુત્વનું કાર્ડ રમી રહી છે. જે લોકો બિલકીશ બાનુના મામલે મોંઢુ ખોલી નથી શકતા તે લોકો આવી વાતો કરે છે. જે આઈડિયોલોજીકલી ભાજપનો વિરોધ નથી કરી રહ્યા તમે ત્યારે આવી વાત કરો છો. કોઈ પણ મુસ્લિમ સમુદાયની વાત કરવા તૈયાર નથી. અને જે પોતાની જાતને સો કોલ સેક્યુલર કહે છે તેઓ ખચકાય છે, તેઓ તો ઈચ્છતા પણ નથી કે મુસલમાન તેમના નજીક દેખાય. તમે બસ અમને વોટ આપો, અદૃશ્ય બનાવી દીધા છે આટલા વર્ષોમાં. તેનો શ્રેય પ્રધાનમંત્રી જાય છે. તેમને જ લાગી રહ્યું છે કે મોદીને હરાવવા માટે સૌથી મોટા હિન્દુત્વના લીડર બનવાનું છે. મુસ્લિમોને જાણે તેમને પોલિટિકલી અદૃશ્ય કરી દીધા છે. ભારત સાથે જેને પ્રેમ છે તેણે આ સમજવાની જરૂર છે.

ADVERTISEMENT

સુરતમાં હવાલાના રૂપિયા સાથે પકડાયેલા AAP નેતા મામલે થવી જોઈએ તપાસ
તેમણે ભાર મુકતા કહ્યું કે, તમે એક સમુદાયને એક તરફ ખસેડી રહ્યા છો તેની અસર ભારત અને ભારતની રાજનીતિ પર અસર થાય છે. રોડ પર લાવીને મુસ્લમાનોને પોલીસ મારી રહી છે. લોકો સામે તેમને બેઈજ્જત કરવા તો મુસ્લમાનોના મામલે કોઈ મોંઢું નહીં ખોલે, બિલકીશ બાનુ મામલે કોઈ નહીં બોલે. સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર પાસેથી હવાલાના રૂપિયા પકડાયા તેમાં તપાસ જરૂર થવી જોઈએ.

ADVERTISEMENT

(Urvish Patel)

    follow whatsapp

    ADVERTISEMENT