વિરમગામના PSI નું હાર્ટ એટેકથી મોત, પોલીસ બેડામાં શોકનું મોજુ ફરી વળ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ અટેકથી મૃત્યુના કિસ્સામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ક્રિકેટ રમતા, વાહન ચલાવતા કે અન્ય રીતે એક બાદ એક મોતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ દરમિયાન વધુ એક હાર્ટ એટેકથી મોતની ઘટના સામે આવી છે. અમદાવાદ જિલ્લાના પોલીસકર્મીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે.

રાજ્યમાં હાર્ટ એટેકથી મૃત્યુના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન વિરમગામમાં PSI તરીકે ફરજ બજાવતા કલ્પેશ કલાલને આજે સવારે હાર્ટ એટેક આવતા મોત થયું છે. ચાલુ ફરજે હાર્ટ એટેક આવતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. PSI કલ્પેશ કલાલના નિધનને પગલે પરિવારમાં અને પોલીસ બેડામાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

હાર્ટ એટેક થી મોતના કિસ્સામાં વધારો થયો 
ગઇકાલે નવસારીમાં હાર્ટ એટેક આવતા 17 વર્ષીય વિદ્યાર્થિનીનું મૃત્યું થયું છે. એ.બી.સ્કૂલમાં રિસેસ દરમિયાન 12માં ધોરણમાં અભ્યાસ કરતી તનિષા નામની વિદ્યાર્થિનીને છાતીમાં દુખાવો ઉપડતા બેભાન થઈ ગઈ હતી. વિદ્યાર્થીનીને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. સારવાર મળે તે પહેલા જ તેનું મૃત્યુ થયું હતું. બીજી તરફ બિપોરજોય વાવાઝોડાને પગલે કચ્છમાં તંત્ર ખડેપગે હતું. આ દરમિયાન ગત 15 જૂને જખૌ મરીન પોલીસ સ્ટેશનના ASI અનિલ જોશીનું પણ હાર્ટ એટકથી મૃત્યુ થયું હતું. કચ્છમાં બિપોરજોય વાવાઝોડાનું લેન્ડફોલ ચાલી રહ્યું હતું, તે દરમિયાન વાવાઝોડાને પગલે જખૌ મરીન પોલીસ સ્ટેશનના ASI અનિલ જોશી ફરજ પર હાજર હતા. આ સમયે મોડી રાત્રે 1 વાગ્યે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. પોલીસકર્મીને હાર્ટ એટેક આવતા તેમનું મૃત્યુ થયું હતું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT