સુસાઇડ પોઈન્ટ બની રહ્યો છે અમદાવાદનો CTM ડબલડેકર બ્રિજ, પોલીસ બચાવવા પહોંચતા વિધ્યાર્થીએ કહ્યું મને મરી દો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: શહેરમાં આપઘાત કરવાની ઘટનાઓ વધી રહી છે. શહેરમાં ભરચક ટ્રાફિક વાળા વિસ્તાર ગણાતા CTM ડબલ ડેકર ઓવરબ્રિજ પાસે એક વિધ્યાર્થીએ મોતની છલાંગ લગાવવાનો પ્રયાસ કર્યો હતો.સ્થાનિક પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને બાળકને સમજાવ્યો હતો. જે બાદ વિદ્યાર્થીને સહીસલામત તેના ઘરે પહોંચાડવામાં આવ્યો હતો.

અમદાવાદ શહેરના સીટીએમ વિસ્તારમાં આવેલા ડબલ ડેકર બ્રિજ ઉપરથી ધોરણ 7માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી આપઘાત કરે તે પહેલા જ બચાવી લેવામાં આવ્યો હતો. વિદ્યાર્થી આપઘાત કરવા જતો હતો ત્યારે ત્યાંથી આવતાં જતાં લોકોની નજર પડતાં તાત્કાલીક બૂમાબૂમ કરી હતી. જેના કારણે ટ્રાફિક ડિવીઝનમાં ફરજ બજાવતા આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરે વિદ્યાર્થીને બચાવી લીધો હતો.

મને મરી જવા દોની બુમો પાડતો રહ્યો
12 વર્ષીય વિદ્યાર્થી આપઘાત કરતાં પોલીસે બચાવ્યો હતો. ત્યારે વિધ્યાર્થીને બચાવવા બાદ પણ પોલીસની પકડમાં રહેતો ન હતો અને મને મરી જવા દોની બુમો પાડતો રહ્યો હતો. બાદમાં પોલીસે તેને સમજાવીને શાંત રાખ્યો હતો.

ADVERTISEMENT

આ પણ વાંચો: કોડીનાર નજીક બોલેરો કુવામાં ખાબકી, રેસ્ક્યુ ઓપરેશન બાદ બે મૃતદેહ બહાર કઢાયા

થોડા દિવસ પહેલા જ આ બ્રિજ પરથી યુવતી એ લગાવી હતી છલાંગ
12 વર્ષીય વિદ્યાર્થી શા માટે આવું પગલું ભરવા જઈ રહ્યો હતો તેનું કારણ હજુસુધી સામે આવ્યું નથી. મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા પણ એક યુવતીએ આ જ બ્રિજ પરથી પડતું મુક્યું હતું.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT