Ahmedabad: વર્લ્ડકપ ફાઈનલ દરમિયાન 4500 પોલીસકર્મી રહેશે સુરક્ષામાં, CMએ યોજી હાઈલેવલ બેઠક
Ahmedabad News: અમદાવાદમાં આગામી રવિવારે યોજાનાર વર્લ્ડ કપ ક્રિકેટ ફાઇનલ મેચ દરમિયાન સુરક્ષા, સ્વચ્છતા તથા ટ્રાફિક મેનેજમેન્ટની તૈયારી અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાઈ લેવલની બેઠક…
ADVERTISEMENT
Ahmedabad News: અમદાવાદમાં આગામી રવિવારે યોજાનાર વર્લ્ડ કપ ક્રિકેટ ફાઇનલ મેચ દરમિયાન સુરક્ષા, સ્વચ્છતા તથા ટ્રાફિક મેનેજમેન્ટની તૈયારી અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાઈ લેવલની બેઠક યોજી હતી. આ ફાઇનલ મેચ નિહાળવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર પણ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ આવવાના છે. ત્યારે સુરક્ષા અંગેની વિસ્તૃત જાણકારી મુખ્યમંત્રીએ મેળવી હતી. તો ઓસ્ટ્રેલિયન ટીમ પણ શુક્રવારે સાંજે અમદાવાદ ખાતે આવી પહોંચી છે.
બેઠકમાં CMએ શું નિર્દેશ કર્યા?
મોદી સ્ટેડિયમમાં મેચ જોવા આવનારા પ્રેક્ષકો, VIPની અવર-જવરમાં કોઈ વિઘ્ન ન નડે તે માટે ટ્રાફિક મેનેજમેન્ટ, જરૂર જણાયે રૂટ ડાઇવર્ઝન જેવી બાબતોનું CMએ માર્ગદર્શન આપ્યું હતું. આ અંગેની આગોતરી જાણકારી લોકોને મળી રહે તે માટે પ્રચાર માધ્યમો-મીડિયા દ્વારા જાહેરાત થાય તે અંગે તેમણે સૂચના આપી હતી. મેચ જોવા આવનારા નાગરિકોને યાતાયાત સુવિધા માટે BRTS, મેટ્રો રેલ, AMTS સાથે સંકલન કેળવી વધારે ટ્રીપ અને વધુ સમય સેવાઓ ચાલુ રાખવાની જે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે તેની પણ વિગતો મુખ્યમંત્રીને આપવામાં આવી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને આગામી રવિવાર તા.19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનાર વર્લ્ડ કપ ક્રિકેટ ફાઇનલ મેચ દરમ્યાન સુરક્ષા-સ્વચ્છતા-ટ્રાફિક મેનેજમેન્ટ વગેરેની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ… pic.twitter.com/lDT5zFcF3u
— CMO Gujarat (@CMOGuj) November 17, 2023
ADVERTISEMENT
શહેરના બ્રિજ-પ્રવાસન સ્થળો સ્વચ્છ રાખવા તાકીદ
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, બ્રિજ, મુખ્ય માર્ગો સહિત સમગ્ર શહેરમાં ધાર્મિક સ્થળો, પ્રવાસન સ્થળો વગેરેની સ્વચ્છતા જળવાઈ રહે અને સાફ-સફાઈ પર પૂરતું ધ્યાન મહાનગરપાલિકા તંત્ર આપે તેવી ખાસ તાકીદ કરી હતી. મેચ શરૂ થતાં પહેલા અને વચ્ચેના બ્રેક સમય દરમિયાનના આકર્ષણોમાં એરફોર્સની સૂર્ય કિરણ ટીમના એર શો, લોકગાયક આદિત્ય ગઢવી અને સુપ્રસિદ્ધ સંગીતકાર પ્રિતમના પરફોર્મન્સનું આયોજન થયું છે તે અંગે પણ આ બેઠકમાં ચર્ચા-વિમર્શ થયો હતો.
4500થી વધુ પોલીસકર્મી સુરક્ષામાં તૈનાત રહેશે
પોલીસ મહાનિદેશક વિકાસ સહાય અને અમદાવાદ પોલીસ કમિશનર મલ્લિકે બંને ક્રિકેટ ટીમને સ્ટેડિયમ સુધી પહોંચાડવા સુરક્ષા વ્યવસ્થા સહિત 4500થી વધુ સુરક્ષા કર્મીઓ બંદોબસ્તમાં તૈનાત રાખવામાં આવશે, તેની ઝીણવટ ભરી વિગતો આપી હતી. કેન્દ્ર સરકારના મંત્રીઓ અને અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત મેચ જોવા આવનારા VIP માટેની સિક્યુરિટી અંગે પણ તેમણે મુખ્યમંત્રીને જાણકારી આપી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT