ધરપકડ બાદ સાન ઠેકાણે આવી: લોકગાયક વિજય સુવાળાએ દિનેશ દેસાઈની માંગી માફી, કહ્યું-આવેશમાં આવી મારી જીભ લપસી

ADVERTISEMENT

ધરપકડ બાદ સાન ઠેકાણે આવી
Vijay Suvada
social share
google news

Vijay Suvada: છેલ્લા ઘણા દિવસથી વિવાદોમાં ફસાયેલા ગુજરાતી લોકગાયક અને ભાજપ કાર્યકર વિજય સુવાળા (Vijay Suvada)એ હવે રબારી સમાજ અને દિનેશ દેસાઈની માફી માંગી છે. વિજય સુવાળાએ વીડિયો બનાવીને દિનેશ દેસાઈની માફી માંગી છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે દિનેશભાઈ સામે મેં જે કોઈ આક્ષેપો કર્યા હતા, તે તમામ તદ્દન ખોટા અને પાયાવિહોણા છે. 

વિજય સુવાળાએ માફી માંગી

દિનેશ દેસાઈએ નોંધાવેલી ફરિયાદ બાદ ગઈકાલે વિજય સુવાળા સહિત 7 લોકોની ઓઢવ પોલીસે ધરપકડ કરી હતી. જે બાદ હવે એક વીડિયો દ્વારા વિજય સુવાળાએ દિનેશ દેસાઈ અને રબારી સમાજની માફી માંગી છે. વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે, , ‘આજરોજ તારીખ 28/08/2024 ના રોજ હુ વિજય સુંવાળા જાહેર મંચના માધ્યમથી છેલ્લા કેટલાક દિવસોથી અમારા સમાજના દિનેશભાઈ (અડીસણાનુપરુ) સાથે ચાલતા વિવાદમાં જે મેં તેમના પર જે આક્ષેપો કે નિવેદનો આપ્યા હતા. તે તમામ તદ્દન ખોટા અને પાયાવિહોણા હતા. દિનેશભાઈ આ બાબતે સંપૂર્ણ સાચા છે મેં જે પણ આક્ષેપો કર્યા હતા તે તમામ આક્ષેપો મેં આવેશમાં આવી મારી જીભ લથળી જતા કર્યા હતા. આ બાબતે હું દિનેશભાઈ તથા સમગ્ર રબારી સમાજની માફી માંગુ છુ. આ બાબતે અમારે સામાજીક આગેવાનોની મધ્યસ્થી દ્વારા સમાધાન થઈ ગયેલ છે જેથી સોશિયલ મીડિયાના માધ્યમમાં પણ આ તમામ ઝગડાનો અંત લાવવા સૌને નમ્ર વિનંતી.’ 

ઓઢવ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી ફરિયાદ 

ઓઢવમાં રહેતા અને જમીન દલાલીનો ધંધો કરતા દિનેશ દેસાઈએ વિજય સુવાળા, યુવરાજ સુવાળા સહિત 30થી વધુ લોકોના ટોળા સામે હુમલાનો પ્રયાસ, ધમકી સહિતની ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે 30થી વધુ લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. જે બાદ દિનેશ દેસાઈ અને વિજય સુવાળાએ એકબીજા પર આક્ષેપો કર્યા હતા.

ADVERTISEMENT

ઓઢવ પોલીસે 7 લોકોની કરી ધરપકડ

તો ગતરોજ ઓઢવ પોલીસે લોકગાયક વિજય સુવાળા, તેમના ભાઈ વિપુલ ઉર્ફે યુવરાજ સુવાળા અને અન્ય શખ્સો એવા રાજેશભાઈ ઉર્ફે રાજુ રબારી, વિક્રમભાઈ ઉર્ફે વિક્કી રબારી, જયેશભાઇ દેસાઈ, દિલીપભાઈ જીણાજી અને હિરેનની ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં એક કાર્યક્રમમાં વિજય સુવાળાએ હાજરી ન આપતા મનદુઃખની તકરાર હોવાનું સામે આવ્યું હતું. પોલીસે 7 આરોપીની ધરપકડ કરીને કુલ પાંચ ગાડી, પાઇપો અને લાકડીઓ સહિતનો મુદ્દામાલ કબજે લઈને તપાસ હાથ ધરી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT

    6 દિવસે અમદાવાદ સહિત રાજ્યના જુનિયર ડોક્ટરોની હડતાળ સમેટાઈ, આવતીકાલથી ફરજ પર જોડાશે

    6 દિવસે અમદાવાદ સહિત રાજ્યના જુનિયર ડોક્ટરોની હડતાળ સમેટાઈ, આવતીકાલથી ફરજ પર જોડાશે

    RECOMMENDED
    24 August Rashifal: આજે રવિ યોગનો શુભ સંયોગ, મકર સહિત આ 5 રાશિઓ પર રહેશે શનિદેવની કૃપા

    24 August Rashifal: આજે રવિ યોગનો શુભ સંયોગ, મકર સહિત આ 5 રાશિઓ પર રહેશે શનિદેવની કૃપા

    RECOMMENDED
    25 કે 26 ઓગસ્ટ, ક્યારે છે જન્માષ્ટમી? આ વસ્તુઓનો પ્રસાદ ધરાવવાથી બધી મનોકામનાઓ થશે પૂર્ણ

    25 કે 26 ઓગસ્ટ, ક્યારે છે જન્માષ્ટમી? આ વસ્તુઓનો પ્રસાદ ધરાવવાથી બધી મનોકામનાઓ થશે પૂર્ણ

    RECOMMENDED
    શું Rohit Sharma IPL 2025માં પંજાબ કિંગ્સમાંથી રમશે? ફેંચાઈઝે આપ્યા મોટા સંકેત

    શું Rohit Sharma IPL 2025માં પંજાબ કિંગ્સમાંથી રમશે? ફેંચાઈઝે આપ્યા મોટા સંકેત

    RECOMMENDED
    Video: અમદાવાદમાં નબીરાઓને નથી કાયદાનો ડર, પોલીસની સામે જ માર્યા સીનસપાટા

    Video: અમદાવાદમાં નબીરાઓને નથી કાયદાનો ડર, પોલીસની સામે જ માર્યા સીનસપાટા

    RECOMMENDED
    ICC New Chairman: ICCના અધ્યક્ષ બનતા જય શાહના હાથમાં કેટલો પાવર? કેટલી સેલેરી મળશે, જાણો બધું...

    ICC New Chairman: ICCના અધ્યક્ષ બનતા જય શાહના હાથમાં કેટલો પાવર? કેટલી સેલેરી મળશે, જાણો બધું...

    RECOMMENDED
    6,6,6,6... આ IPL ક્રિકેટરે એક ઓવરમાં લગાવ્યા 4 છગ્ગા, જુઓ VIDEO

    6,6,6,6... આ IPL ક્રિકેટરે એક ઓવરમાં લગાવ્યા 4 છગ્ગા, જુઓ VIDEO

    RECOMMENDED
    મિથુન અને ધનુ રાશિના જાતકો સાવધાન! આજનો દિવસ તમારા માટે ભારે; વાંચો તમારું રાશિફળ

    મિથુન અને ધનુ રાશિના જાતકો સાવધાન! આજનો દિવસ તમારા માટે ભારે; વાંચો તમારું રાશિફળ

    RECOMMENDED
    UPS : જાણો શું છે યુનિફાઇડ પેન્શન સ્કીમ... જેને મોદી સરકારે આપી મંજૂરી

    UPS : જાણો શું છે યુનિફાઇડ પેન્શન સ્કીમ... જેને મોદી સરકારે આપી મંજૂરી

    RECOMMENDED
    27 August Rashifal: જન્માષ્ટમી બાદ આ રાશિઓનું ભાગ્ય ચમકશે, વાંચો આજનું રાશિફળ

    27 August Rashifal: જન્માષ્ટમી બાદ આ રાશિઓનું ભાગ્ય ચમકશે, વાંચો આજનું રાશિફળ

    RECOMMENDED