પરિવાર વિખેરાયોઃ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગંભીર અકસ્માત, 4 લોકોના મોત
અમદાવાદઃ હાઈવે પર અવાર નવાર અકસ્માતના બનાવ બનવાનું સામાન્ય થઈ ગયું છે. તેવામાં અમદાવાદ અને વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રક અને ગાડી વચ્ચે ગંભીર અકસ્માત…
ADVERTISEMENT
અમદાવાદઃ હાઈવે પર અવાર નવાર અકસ્માતના બનાવ બનવાનું સામાન્ય થઈ ગયું છે. તેવામાં અમદાવાદ અને વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રક અને ગાડી વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. જેમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. ઉલ્લેખનીય છે કે પ્રાથમિક માહિતી પ્રમાણે આ ચારેય લોકો એક જ પરિવારના હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ અને ત્યારપછી તમામને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.
ગાડીએ પાછળથી ટ્રકને જોરદાર ટક્કર મારી
નોંધનીય છે કે મહેમદાબાદની પાસે આવેલી સર્વિસ લેન પર ઉભેલી ટ્રકને ગાડીએ પાછળથી ટક્કર મારી દીધી હતી. આ દરમિયાન ગાડીમાં સવાર ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે ચાર મૃતકો પૈકી ત્રણ એક જ પરિવારના છે. સાસુ, વહુ અને પૌત્રીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે. આ તમામ લોકો અમદાવાદ વટવાના રહેવાસી છે.
ADVERTISEMENT
પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી
અકસ્માતની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. ત્યારપછી હાઈવે પેટ્રોલિંગની ટીમ પણ સ્થળ પર આવી પહોંચી હતી અને તજવીજ હાથ ધરી દીધી હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે આ અકસ્માત ઓવરટેક કરવા જતા થયો હોવાનું જાણવા મળ્યું છે. જોકે પોલીસે આ મુદ્દે તપાસ શરૂ કરી દીધી છે. આની સાથે જ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા છે.
ADVERTISEMENT
મૃતકોના નામ
ADVERTISEMENT
- જયશ્રી બેન પુરાણી, 60 વર્ષ (સાસુ)
- કૃતિકાબેન પુરાણી, 34 વર્ષ (વહુ)
- જૈની પુરાણી, અઢી વર્ષ (પૌત્રી)
- અકબરખાન, 36 વર્ષ (દોસ્ત)
With Input – Hetali Shah
ADVERTISEMENT