અમદાવાદઃ ટ્રાફિકના નિયમો તોડનારને મળ્યા લાલ ગુલાબ, દંડ નહીં થાય તેવી જાહેરાત પછી વાહન ચાલકો બેફામ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ હર્ષ સંઘવીની 27 ઓક્ટોબર સુધી ટ્રાફિકના નિયમોના દંડ નહીં વસુલવા અંગેની જાહેરાતને પગલે હાલ ઘણા સ્થાનો પર વાહન ચાલકો બેફામ થયા હોય તેવું જોવા મળી રહ્યું છે. હેલમેટ, સીટ બેલ્ટ તો ઠીક પણ ટ્રાફિક સિગ્નલ પર પણ ઘણા 30 સેકન્ડ ઊભા રહેવા તૈયાર ન હોય તેવું જોવા મળ્યું છે. અમદાવાદમાં આવા કેટલાક લોકો કે જે ટ્રાફિકના નિયમ તોડતા દેખાયા છે તેમને પોલીસ દ્વારા લાલ ગુલાબ આપી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અંગે સમજાવ્યા હતા.

ઘણાએ કર્યું જાહેરાતનું ખોટું અર્થઘટન
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ શુક્રવારની સાંજે એવી જાહેરાત કરી હતી કગે 27મી ઓગસ્ટ સુધી ગુજરાતમાં ક્યાંય પણ ટ્રાફિકના નિયમો તૂટશે તો પોલીસ તેનો દંડ નહીં કરે પણ તેમને ગુલાબ આપશે. જોકે તેનું અર્થઘટન ઘણા લોકોએ એવું કરી લીધું છે કે તેઓ ચાહે તેમ ટ્રાફિકના નિયમો તોડી શકે છે. આવો પહેલા જોઈએ કે હર્ષ સંઘવીએ શું જાહેરાત કરી હતી.

ADVERTISEMENT

પહેલા દિવસે જ તૂટ્યા બેફામ નિયમો
હવે આ જાહેરાત પછીના બીજા દિવસથી અમદાવાદમાં ઘણા સ્થાનો પર ટ્રાફિકનો જાણે સવિનય ભંગ કરતા હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. ઘણા ટ્રાફિક સિગ્નલ જમ્પ કરતા હતા, તો ઘણા હેલ્મેટ, સિટબેલ્ટના નિયમો સહિત ઘણા નિયમો તૂટતા જોવા મળ્યા હતા. જોકે અમદાવાદ પોલીસે પણ ગૃહમંત્રીની જાહેરાત મુજબ નિયમો તોડતા જોવા મળેલા લોકોને પકડી લાલ ગુલાબ આપ્યા હતા. કારણ કે આ જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એવું પણ કહ્યું છે કે, ભુલથી નિયમ તૂટે તો દંડાશો નહીં, મતલબ કે બેફામ ન બની જતા. હર્ષ સંઘવી પણ જાણતા હતા કે આ જાહેરાતથી જો તમે બેફામ બનશો તો તેની કિંમત ઘણી ઊંચી ચુકવવાની આવશે.

છૂટછાટ ભલે હોય પણ તમારી સલામતીના તમે જ રખેવાળ બનજો
જોકે અહીં એક ખાસ બાબતની વાત કરીએ તો હર્ષ સંઘવીની જે પણ જાહેરાત હોય, ટ્રાફિક પોલીસ પણ તમને જે પણ છૂટ આપે પરંતુ તમારી જીંદગીની કિંમત કેટલી છે તે જાણીને ટ્રાફિકના નિયમોમાં વ્યવહાર કરવો જોઈએ. કારણ કે અકસ્માતમાં માત્ર મૃતકનું જ મોત થાય છે તેવું નથી પરિવારના સપનાઓ, તમારી સાથે રહેવાની અને જીવન ગાળવાની ઈચ્છાઓ અને તમારા પરિવારનું ઉજળું ભવિષ્ય પણ મરણ પથારી પર પહોંચે છે. માટે સિગ્નલ ફોલો કરવા સહિતના ટ્રાફિકના નિયમો આપણી સુરક્ષા અને સલામતી માટે છે તે સનાતન સત્ય છે પરંતુ દિવાળીના તહેવારમાં સરકારે આપેલી છૂટથી આ સલામતી અને સુરક્ષાને જોખમમાં મુકી કે કોઈ અન્યની સલામતીને જોખમમાં મુકી તહેવારની ઉજવણી કરવા જેવી સ્થિતિ રહેશે નહીં. આ સાથે આપ સર્વેને હેપ્પી દિવાલી.

(Urvish Patel)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT