Ahmedabad: AMCએ લીધો મોટો નિર્ણય, રામાયણના પાત્રોના નામે ઓળખાશે અમદાવાદના આ સ્થળો

ADVERTISEMENT

gujarattak
social share
google news

Ahmedabad News: અયોધ્યાના ભવ્ય મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશભરના રામ ભક્તોમાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. આ દિવસની રામભક્તો આત્તુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ શહેરના અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટ જેવા કે તળાવ, ગાર્ડન અને બ્રિજના નામો રામયણના પાત્રોના નામ પર રાખવાનો નિર્ણય લેવાયો છે.

વિવિધ પ્રોજેક્ટનું કરાશે નામકરણ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પૂર્વ વિસ્તારના ઓઢવ અને વિરાટનગર વોર્ડમાં આવેલા વિવિધ પ્રોજેક્ટનું નામકરણ રામાયણ ગ્રંથના આધારે કરવાનું નક્કી કરાયું છે. ઓઢવ અને વિરાટનગરના બ્રિજ, લાઈબ્રેરી અને ગાર્ડનને રામાયણના પાત્રો જેવા કે ભગવાન રામ, લક્ષ્મણ, જાનકી વગેરેના નામ આપવામાં આવ્યા છે. શહેરના ઓઢવ અને વિરાટનગર વિસ્તારના ગાર્ડન અને બ્રિજના નામ બદલવા અંગેની દરખાસ્તને પણ મંજૂરી આપી દેવામાં આવી છે.

ADVERTISEMENT

રામાયણના પાત્રોના આધારે નામકરણ

અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી કોઈ શહીદ, કોઈ રાજકીય વ્યક્તિ કે પછી સામાજિક કાર્યકરના નામ પર રસ્તા, વિસ્તાર, તળાવ, બ્રિજ વિગેરેના નામ રાખવામાં આવતા હતા. પરંતુ હવે રામાયણના પાત્રોના આધારે નામકરણ કરવાનો નિર્ણય કરાયો છે.

    follow whatsapp

    ADVERTISEMENT