PM મોદીની ગુજરાતને મોટી ભેટ : આ કામ માટે 10,534 કરોડ ફાળવાયા, મુખ્યમંત્રીએ માન્યો આભાર

ADVERTISEMENT

Ahmedabad - Tharad six-lane Highway
PM મોદીની ગુજરાતને મોટી ભેટ
social share
google news

Ahmedabad - Tharad six-lane Highway : કેન્દ્ર સરકારે ગુજરાતને મોટી ભેટ આપી છે. શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે કુલ 50 હજાર 655 કરોડના ખર્ચે 936 કિલોમીટરની લંબાઇ સાથે 8 નેશનલ હાઇ-સ્પીડ રોડ કોરિડોર પ્રોજેક્ટના નિર્માણને મંજૂરી આપી છે. જેમાં અમદાવાદથી થરાદ વચ્ચે સિક્સ લેન હાઇસ્પીડ કોરિડોરની જાહેરાત કરવામાં આવી છે. કેબિનેટની બેઠક બાદ જારી સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. પત્રકાર પરિષદમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટમાં લેવાયેલા નિર્ણય વિશે જાણકારી આપી હતી. તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. જેમાં અમદાવાદથી થરાદ વચ્ચે સિક્સ લેન હાઇસ્પીડ કોરિડોરની જાહેરાત કરાઈ છે. 

અમદાવાદથી થરાદ વચ્ચે સિક્સ લેન હાઇસ્પીડ કોરિડોર બનાવાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત રાજ્યને મોટી ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિર્ણય કર્યો હતો કે જેમાં અમદાવાદથી થરાદ વચ્ચે સિક્સ લેન હાઇસ્પીડ કોરિડોર બનાવવામાં આવશે. જેના માટે 10 હજાર 534 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. કેબિનેટ બેઠકમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાની દિશામાં આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે.

થરાદ-અમદાવાદ સિક્સ લેન હાઇવેની ખાસિયતો

થરાદથી અમદાવાદ વચ્ચે કુલ 214 કિમી લાંબો નેશનલ હાઇસ્પીડ રોડ કોરિડોર બનાવવામાં આવશે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીના જણાવ્યા અનુસાર, આ હાઇવેનો કુલ ખર્ચ 10 હજાર 534 કરોડ રૂપિયા આવશે. હાઇસ્પીડ રોડ કોરિડોરના કારણે ડીસા, પાલનપુર, મહેસાણાને લાભ મળશે. SEZ વિસ્તારો, ફાર્મા તથા ઈલેક્ટ્રોનિક ક્લસ્ટર્સને સારી કનેક્ટિવિટી મળી રહેશે. સરકારનો દાવો છે કે કોરિડોર બન્યા બાદ માલ-સામાન લઈ જવાનો સમય પાંચથી છ કલાકથી ઘટીને ત્રણથી સાડા ત્રણ કલાકનો રહી જશે. આટલું જ નહીં ઉત્તર ગુજરાતનાં લોકોને મુંબઈ સુધીની સારી કનેક્ટિવિટી મળશે.

ADVERTISEMENT

દેશમાં 8 હાઈ-સ્પીડ કોરિડોર બનાવાશે

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે, 50 હજાર કરોડથી વધુના ખર્ચે 936 કિલોમીટરના આઠ મહત્વના નેશનલ હાઈ-સ્પીડ રોડ કોરિડોર પ્રોજેક્ટની પરિયોજનાને મંજૂરી આપવામાં આવી છે. ત્યારે દેશભરમાં લોજિસ્ટિક્સ કાર્યક્ષમતામાં સુધારો કરવાની સાથે-સાથે ભીડ ઘટાડવા અને કનેક્ટિવિટી વધારવામાં આ નેશનલ હાઈ-સ્પીડ કોરિડોર વધુ ઉપયોગી સાબિત થશે.

  • 6-લેન આગ્રા-ગ્વાલિયર નેશનલ હાઇ સ્પીડ કોરિડોર
  • 4-લેન ખારાપુર-મોરેગ્રામ નેશનલ હાઇ સ્પીડ કોરિડોર
  • 6-લેન થરાદ-ડીસા-મહેસાણા-અમદાવાદ નેશનલ હાઇ સ્પીડ કોરિડોર
  • 4-લેન અયોધ્યા રિંગ રોડ
  • 4-લેન પથલગાંવ અને ગુમલા રાયપુર-રાંચી નેશનલ હાઇ સ્પીડ કોરિડોર
  • 6-લેન કાનપુર રિંગ રોડ
  • 4-લેન નોર્થ ગુવાહાટી બાયપાસ અને હાલના ગુવાહાટી બાયપાસને પહોળો કરવો.
  • પુણે નજીક 8-લેન એલિવેટેડ નાશિક ફાટા-ખેડ કોરિડોર

8 નવા નેશનલ હાઈ-સ્પીડ રોડ કોરિડોર પ્રોજેક્ટના ફાયદા

રેલવે મંત્રીએ વધુમાં કહ્યું કે, 6 લેન આગ્રા-ગ્વાલિયર નેશનલ હાઈસ્પીડ રોડ કોરિડોરના નિર્માણથી આગ્રા અને ગ્વાલિયર વચ્ચેનો મુસાફરીના સમયમાં 50 ટકા ઘટાડો થશે. જ્યારે કાનપુર-મૃગ્રામ કોરિડોર પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તરના અર્થવ્યવસ્થામાં પરિવર્તન લાવશે. આ સાથે કાનપુર રિંગ રોડ કાનપુરની આસપાસના હાઇવે થકી ભીડ ઘટાડશે. રાયપુર-રાંચી કોરિડોર પૂર્ણ થવાથી ઝારખંડ અને છત્તીસગઢના વિકાસનો માર્ગ ખુલશે. આ ઉપરાંત, ગુજરાતમાં કોઈ પ્રકારની રોકટોક વગર પોર્ટ કનેક્ટિવિટી માટે હાઇ સ્પીડ રોડ નેટવર્કનું નિર્માણ અને લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવા થરાદ અને અમદાવાદ વચ્ચે નવો કોરિડોર તૈયાર કરવામાં આવશે.

ADVERTISEMENT

ગુજરાતમાં પણ બનશે હાઈ-સ્પીડ રોડ કોરિડોર

કેન્દ્રીય કેબિનેટમાં દેશમાં કુલ આઠ નેશનલ હાઈ-સ્પીડ રોડ કોરિડોર બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રની આ જાહેરાતમાં ગુજરાતને પણ મોટી ભેટ મળી છે. ગુજરાતમાં પણ હાઈ-સ્પીડ રોડ કોરિડોર બનશે. ગુજરાતમાં થરાદ-ડીસા-મહેસાણા-અમદાવાદ વચ્ચે નેશનલ હાઈ સ્પીડ કોરિડોર બનાવવામાં આવશે.

ADVERTISEMENT

4 કરોડથી વધુ રોજગાર મળવાની અપેક્ષા

ગુવાહાટી રિંગ રોડથી ઉત્તર પૂર્વમાં સરળતાથી પહોંચવાની સુવિધા મળશે. જ્યારે અયોધ્યાની યાત્રા વધુ ઝડપી રીત થઈ શકશે. પુણે અને નાસિક વચ્ચેનો 8-લેન એલિવેટેડ ફ્લાયઓવર કોરિડોર બનાવાથી લોજિસ્ટિક્સ ખર્ચની સમસ્યા દૂર થશે. આ પ્રોજેક્ટ હેઠળ કામ કરતા કર્મચારી અને શ્રમિકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે કુલ લગભગ 4.42 કરોડનો રોજગાર મળવાની અપેક્ષા છે.

    follow whatsapp

    ADVERTISEMENT