અમદાવાદમાં તથ્યના પગલે ચાલતો વધુ એક શખ્સઃ પ્રહલાદનગરમાં જુઓ શું કર્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ અમદાવાદ જ નહીં ગુજરાત ભરમાં તથ્યના પગલે ઝડપની મજા માણવા નીકળનારાઓ મોટી સંખ્યામાં હાજર છે. આવા શખ્સો અવારનવાર લોકોના જીવ સાથે બિન્દાસ્ત રમત કરી નાખતા હોય છે. ઘણી ઘટનાઓમાં લોકોના જીવ પણ જાય છે તો ઘણી ઘટનાઓમાં લોકોના સદભાગ્યે જીવ બચી જાય છે. આવો જ એક તથ્યના પગલે ચાલનાર શખ્સે અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં અકસ્માત સર્જયો છે જેમાં બે વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ છે.

સુરતના પાંડેસરામાં બે મહિલાઓને મારવાના વાયરલ વીડિયો પછી મોટો ખુલાસો, શખ્સોને પકડી સરઘસ કાઢ્યું- Video

બે રિક્ષાને ફંગોળી સીધી ઝાડમાં ઘૂસી ગઈ કાર

અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલા આનંદનગર રોડ પર આવેલા ટાઈટેનનિયમ સિટી સેન્ટર પાસે એક કાર ચાલકે બેફામ રીતે કાર ચલાવી 2 રિક્ષાને અડફેટે લઈ નાખી હતી. એથી ઓછું હતું તો સીધી જઈને ઝાડ સાથે ભટકાઈ હતી. અકસ્માતમાં બે વ્યક્તિને ફેક્ચર થયું છે. જેમને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોવાની વિગતો મળી રહી છે. કાર એટલી બેફામ હતી કે તેની એરબેગ્સ પણ ખુલી ગઈ હતી. કારને નુકસાન પણ ઘણું થયું હતું. જોકે અકસ્માતને લઈને આસપાસ લોકોના ટોળા વળી ગયા હતા અને વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT