અમદાવાદમાં ટપોરીઓ બેફામઃ તલવાર-છરી જેવા હથિયારો સાથેનો વીડિયો વાયરલ
અમદાવાદઃ અમદાવાદના ચમનપુરામાં ટપોરીઓ બેફામ બન્યા છે. હાલમાં જ આ વિસ્તારના ટપોરીઓનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં સોશ્યલ મીડિયા પર તેઓ વીડિયો મુકીને તેમાં…
ADVERTISEMENT
અમદાવાદઃ અમદાવાદના ચમનપુરામાં ટપોરીઓ બેફામ બન્યા છે. હાલમાં જ આ વિસ્તારના ટપોરીઓનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં સોશ્યલ મીડિયા પર તેઓ વીડિયો મુકીને તેમાં છરી-તલવાર જેવા હથિયારોની નુમાઈશ કરતા દેખાયા છે. આ વીડિયોને લઈને આવા તત્વો પર કાયદાની લગામ કસવાની માગ ઉઠી રહી છે. પોલીસ ક્યારે કડક હાથે કાર્યવાહી કરશે અને આવા શખ્સોની મતિ ભ્રષ્ટ થાય તે પહેલા તેમને કાયદાનો પાઠ ભણાવશે તેને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે.
વડોદરાઃ બેશરમ આચાર્ય સસ્પેન્ડ, વિદ્યાર્થિનીઓને અભદ્ર વીડિયો બતાવવાના મામલામાં એક્શન
સોશ્યલ મીડિયા પર સમાજો પર અભદ્ર પોસ્ટ્સનો ઢગલો
પ્રાપ્ત વિગતો અનુસાર, આ શખ્સો પોતાની ટોળકીને લાલા સોપારી ગેંગ કહે છે, સાથે જ તેમના સોશ્યલ મીડિયા એકાઉન્ટ્સ ચેક કરતા જાણકારી સામે આવે છે કે તેઓ અન્ય ઘણા સમાજ અને ધર્મના લોકો પ્રત્યે ધૃણા ધરાવતી પોસ્ટ પણ કરતા રહે છે. જાણીતા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને જાણે કે પોતાનો આઈડિયલ માનતા હોય તે રીતે તેની પોસ્ટ કરવામાં આવતી પણ જોવા મળે છે. હાલની વાત કરીએ તો હાલમાં લાલા સોપારી ગેંગના શખ્સો દ્વારા ઘાતક હથિયારો સાથેનો વીડિયો બનાવી સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરતા આવા તત્વો સામે કાયદાની ધાક જરૂરી બની છે તે પહેલા કે તેઓ લોકો વચ્ચે પોતાની ધાક ઊભી કરી ગુજરાતમાં કોઈ ગુનાખોરીને અંજામ આપે. આવી ઘણી ચર્ચાઓ વચ્ચે પોલીસ ક્યારે આવી લુખ્ખા ગેંગ સામે એક્શન મોડમાં આવશે? તેને લઈને સવાલો ઊભા થયા છે.
આ ગેંગ અમદાવાદના ચમનપુરા વિસ્તારની હોવાની પણ જાણકારીઓ સામે આવી છે. ગેંગના શખ્સો દ્વારા હથિયારોનું બિન્દાસ્ત પ્રદર્શન કરતો વીડિયો સામે આવ્યો છે તેમાં અંદાજે 20થી વધારે શખ્સો જોવા મળી રહ્યા છે. આ શખ્સોના સોશ્યલ મીડિયા એકાઉન્ટ્સ પણ ચેક કરવામાં આવે તો આવી અઢળક ગેંગ્સ અને ટપોરીઓ પોલીસના હાથે લાગી શકે તેમ છે. છતા એક્શન ક્યારે લેવાશે તે જોઈશું.
ADVERTISEMENT
ADVERTISEMENT