અમદાવાદઃ પ્રેમના ઘૂંટડા કડવા નીકળ્યા, પત્નીની લાશ હોસ્પિટલમાં મુકી ભાગી ગયો પતિ
અમદાવાદઃ પ્રેમ એક એવી અનુભૂતિ છે જે ઈશ્વર સમાન હોય છે, જોકે જ્યારે પ્રેમમાં દગો મળે અને તેના કડવા ઘૂંટડા પીવાના આવે ત્યારે સહન કરવું…
ADVERTISEMENT
અમદાવાદઃ પ્રેમ એક એવી અનુભૂતિ છે જે ઈશ્વર સમાન હોય છે, જોકે જ્યારે પ્રેમમાં દગો મળે અને તેના કડવા ઘૂંટડા પીવાના આવે ત્યારે સહન કરવું અત્યંત અઘરું પણ બની જતું હોય છે. સુખી લગ્ન જીવનના સપનાઓ લઈને, નર્સ બની લોકોની સેવા કરવાના સપનાઓ લઈને અમદાવાદની એક પરિણીતા પોતાના લગ્ન જીવનની શરૂઆત કરી રહી હતી. જોકે પ્રેમ લગ્નના છ જ મહિનામાં લાલચું પતિના કારણે મહિલાને દુનિયા છોડી દેવાની ફરજ પડી અને આખરે એક ઘડી એવી પણ આવી કે પતિ જેના પ્રેમના સોગંદ ખાતો હતો તેની જ લાશને હોસ્પિટલમાં મુકીને ફરાર થઈ ગયો હતો.
યુવક ચલાવતો હતો ચાની કિટલી અને…
અમદાવાદમાં કૃણાલી પરમાર નામની ગાંધીનગરની યુવતીએ માધુપુરાના હિમાલય મહેરિયા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જોકે લગ્નના છ જ મહિનામાં તેણીને આપઘાત કરવો પડ્યો તેવી સ્થિતિ બની. હિમાલય ચાની કિટલી ચલાવતો હતો પણ તેણે કૃણાલીને સુખી લગ્નજીવનના સપના બતાવ્યા હતા. પણ કૃણાલીનો પતિ સોના અને રૂપિયામાં જ રસ રાખતો હતો. છ જ મહિનામાં તેણે યુવતીના પરિવાર સાથે સતત માગણીઓ કરીને તેણીને મારઝુડ કરતો હોવાના આક્ષેપો થયા છે. આત્મહત્યાના દિવસે કૃણાલી અને તેના પતિ વચ્ચે રૂપિયાના બાબતે ઝઘડો થયો હતો. જેથી તેણે આપઘાત કર્યાનું સામે આવી રહ્યું છે. એક તરફ લાડકી દીકરીનો આપઘાત અને બીજી તરફ તેનો પતિ તેની લાશ હોસ્પિટલમાં જ છોડીને ભાગી ગયો હતો.
સુરતમાં જાણીતી બ્રાન્ડના દારુની નકલી બોટલો ભરી, સીલ લગાવી ચલાવાતો હતો વેપલો
ભાગીને હિમાલય સાથે કર્યા હતા લગ્ન
22 વર્ષની કૃણાલી નર્સ બનીને લોકોની સેવા કરવા માગતી હતી. તેણે નર્સિંગ પણ કર્યું હતું. ભણતર દરમિયાન જ તેને માધુપુરાના હિમાલય સાથે પ્રેમ થયો. તેણી પોતાના પાળતુ ડોગ સાથે ઘરેથી ભાગી અને હિમાલય સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જોકે થોડા જ દિવસમાં હિમાલયની લાલચ દેખાવા લાગી અને શારીરિક તથા માનસિક ત્રાસ પણ જોવાનો થયો. પોલીસે આ મામલે પતિ સામે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT