કેનેડામાં ભણવા માટે ગયેલા અમદાવાદના 19 વર્ષના યુવકનું મોત, બોડી ભારત મોકલવા ક્રાઉડ ફંડિગ શરૂ કરાયું

ADVERTISEMENT

gujarattak
social share
google news

કેનેડા: કેનેડામાં વધુ એક ગુજરાતી વિદ્યાર્થીનું મોત થયાની ખબર સામે આવી રહી છે. ઓન્ટારિયો પ્રોવિન્સમાં બેરી શહેર ખાતે રોડ એક્સિડન્ટમાં 19 વર્ષના વર્સિલ પટેલ નામના યુવકનું મોત થયું છે. અભ્યાસ માટે કેનેડા ગયેલા વર્સિલનું માર્ગ અકસ્માતમાં મોત થતા હવે તેના મૃતદેહને ઘરે પરત લાવવા માટે 30 હજાર ડોલર જેટલો ખર્ચ થાય એમ છે, ત્યારે તેના મિત્રોએ ક્રાઉડ ફંડિગ શરૂ કર્યું છે અને અત્યાર સુધીમાં 21 હજાર ડોલર એકઠા કરી લીધા છે. અકસ્માતના આ કેસમાં પોલીસે કાર ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે.

21 જુલાઈએ વર્સિલ પટેલનો અકસ્માત થયો હતો
વિગતો મુજબ, વર્સિલના મિત્ર રાજન પટેલે ક્રાઉડ ફંડિંગ માટે મૂકેલી પોસ્ટમાં લખ્યું છે કે, વર્સિલનો 21 જૂલાઈ 2023ના રોજ બેરી ખાતે રોડ ક્રોસ કરતા દરમિયાન અકસ્માત થયો હતો. એક કારે ટક્કર મારતા વર્સિલનું મોત થઈ ગયું હતું. વર્સિલ અમદાવાદનો રહેવાસી છે અને તે 19 વર્ષનો હતો. પરિવારજનો છેલ્લીવાર તેનું મોઢું જોઈ શકે તે માટે વર્સિલની બોડીને ભારત મોકલવા માટે ડોનેટ કરવા રાજન અપીલ કરી રહ્યો છે. કેનેડાના લોકલ મીડિયા રિપોર્ટ મુજબ ઘટના 21 જુલાઈએ રાત્રે 10.15 વાગ્યે બની હતી.

ક્રાઉડ ફંડિગથી 21000 ડોલર એકઠા કરાયા
અકસ્માત બાદ ઈમરજન્સી સર્વિસ તરત જ ત્યાં પહોંચી ગઈ હતી, પરંતુ વર્સિલનું મોત થઈ ગયું હતું. પોલીસે આ મામલે કાર ચાલકની ધરપકડ કરી છે. હાલમાં વર્સિલના મૃતદેહને ભારત પરત લાવવા માટે ક્રાઉડ ફંડિંગથી 21000 ડોલર એકઠા કરી લેવામાં આવ્યા છે અને હજુ 9000 ડોલરની જરૂર છે. ત્યારે વર્સિલના મિત્રો લોકોને આ માટે ઉદાર હાથે દાન કરવા વિનંતી કરી રહ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT