AHMEDABAD: રિવરફ્રન્ટનાં વોક-વે પર પાણી ફરીવળ્યું, ધરોઈ ડેમથી પાણી છોડાતા નદી છલકાઈ ગઈ
અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં સિઝનનો સૌથી સારા એવા પ્રમાણમાં વરસાદ ખાબકતા પાણીની આવક ઘણી સારી થઈ છે. તેવામાં ધરોઈ ડેમમાંથી 76 હજાર ક્યૂસેક પાણી સાબરમતી નદીમાં…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં સિઝનનો સૌથી સારા એવા પ્રમાણમાં વરસાદ ખાબકતા પાણીની આવક ઘણી સારી થઈ છે. તેવામાં ધરોઈ ડેમમાંથી 76 હજાર ક્યૂસેક પાણી સાબરમતી નદીમાં છોડાતા રિવરફ્રન્ટ પર આની અસર પહોંચી હતી. નદીમાં પાણીની આવક એટલી વધી ગઈ કે તે છલકાઈ ગઈ હતી. જેથી વોક-વે પર પાણીની ચાદર ઓઢાઈ ગઈ હતી. જેને જોવા માટે આસપાસના તમામ લોકો ઉમટી પડ્યા હતા.
વોક પર ન જવા તંત્રની ટકોર
અત્યારે જેવી રીતે નદીનું સ્તર વધી રહ્યું છે એનો જોતા રિવરફ્રન્ટ પાસે લોકોને ન જવા માટે ટકોર કરવામાં આવી છે. નોંધનીય છે કે આ પ્રમાણે નદી છેલ્લા 5 વર્ષ પછી છલકાઈ રહી છે. જોકે અત્યારે ધીરે ધીરે પાણીની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે અને આગામી થોડા દિવસોમાં ફરીથી વોક-વે ખુલ્લો મુકાઈ શકે છે. એટલું જ નહીં વાસણા બેરેજના 19 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે, જેથી નદીની પાણીની સપાટી વધી રહી છે.
5 વર્ષ પહેલા રિવરફ્રન્ટ પાણીમાં ડૂબેલું
ધોધમાર વરસાદના પગલે 2017માં જુલાઈ મહિના દરમિયાન રિવરફ્રન્ટ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. આ દરમિયાન પણ ધરોઈ ડેમમાંથી 1.25 લાખ ક્યૂસેક પાણી છોડાયું હતું. એટલું જ નહીં આ દરમિયાન ઘણા જીવજંતુઓ પાણીમાં તણાઈને આવ્યા હતા.
ADVERTISEMENT
બંગાળની ખાડીમાં લો પ્રેશર
અમદાવાદના અનેક વિસ્તારોમાં જે પ્રમાણે વરસાદ પડી રહ્યો છે. એનું કારણ બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર છે. અત્યારે દરિયાકાંઠે તથા માછીમારોને દરિયો ખેડવા જવા માટેની ના પાડી દેવામાં આવી છે. તો બીજી બાજુ રાજ્યના 81 ટકા ડેમ લગભગ પાણીથી ભરાઈ ગયા છે. જે આમ જોવા જઈએ તો ઘણા સારા પ્રમાણમાં ખાબકેલા વરસાદની નિશાની છે.
ADVERTISEMENT