Cyclone Biparjoyની અસરઃ અમદાવાદમાં ઘણા વિસ્તારોમાં વરસાદ
અમદાવાદઃ ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં બિપોરજોય વાવાઝોડાને કારણે ભારે પવન ફૂંકાવાથી લઈ વરસાદ પડવા લાગ્યો છે. સમુદ્રના મોજા ગુજરાતના દરિયા કિનારે ભટકાઈને વાવાઝોડાની ભયાનકતાને દર્શાવી રહ્યું…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં બિપોરજોય વાવાઝોડાને કારણે ભારે પવન ફૂંકાવાથી લઈ વરસાદ પડવા લાગ્યો છે. સમુદ્રના મોજા ગુજરાતના દરિયા કિનારે ભટકાઈને વાવાઝોડાની ભયાનકતાને દર્શાવી રહ્યું છે. ત્યારે અમદાવાદમાં પણ યલો એલર્ટને લઈને તંત્ર દ્વારા હોર્ડિંગ્સ ઉતારવાથી લઈ ઘણી તૈયારીઓ આરંભી દેવાઈ છે. હાલમાં જ અમદાવાદમાં તૈયારીઓના ભાગ રૂપે કંટ્રોલ રૂમથી લઈ અન્ય તૈયારીઓ કરી લેવાઈ છે. આજે બુધવારે સાંજે અમદાવાદના ઘણા વિસ્તારોમાં વરસાદની બેટીંગ શરૂ થઈ ગઈ હતી.
લશકરની ત્રણે પાંખો Biporjoyના સંકટ સમયે ગુજરાતની મદદ માટે સજ્જ- Video
અમદાવાદમાં આ ઈમર્જન્સી સેવા નંબર સેવ કરી લેજો
અમદાવાદમાં વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને લઈને નાગરિકો માટે કોઈપણ આકસ્મિક સંજોગોમાં સહાય અને માર્ગદર્શન માટે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સેન્ટર અંતર્ગત તાલુકાઓ સહિત કન્ટ્રોલ રૂમના નંબર જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા અને તાલુકા સ્તરે રેપિડ રિસ્પોન્સ ટીમની રચના કરીને તેઓને એલર્ટ રાખવામાં આવ્યા છે. હવામાન વિભાગના પૂર્વ અનુમાન મુજબ ચક્રવાતની સંભાવનાવાળા વિસ્તારોના મૂલ્યાંકનની કામગીરી હાલમાં કાર્યરત છે. આ ઉપરાંત, વીજ પુરવઠો ખોરવાય, પાણીની અછત જેવી ઊભી થનારી સંભવિત પરિસ્થિતિનો સામનો કરવા આગોતરી વ્યવસ્થા કરવા માટે સૂચના આપવા સંબંધિત કામગીરી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
બુધવારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળી હતી. અમદાવાદના એસજી હાઈવે, શ્યામલ, પ્રહ્લાદનગર, ગોતા, થલતેજ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. અમદાવાદમાં દિવસ દરમિયાન ભારે પવન સાથે વાદળ છાયું વાતાવરણ રહ્યું હતું.
ADVERTISEMENT