અમદાવાદમાં વરસાદે ફરી AMCને કરી શર્મસારઃ ઠેરઠેર પાણી- Videos

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ અમદાવાદમાં જેટલીવાર વરસાદ થાય ત્યારે ત્યારે લગભગ એએમસીના અધિકારીઓ અને રોડ રસ્તાના કોન્ટ્રાક્ટર્સના જીવ અદ્ધર થઈ જતા હશે. કારણ કે દર વખત પરીક્ષામાં ફેઈલ થવાનો અને જનતા વઢશે તેને લઈને ચિંતા થતી હશે, કે નહીં? તેનો જવાબ તેમના પર છોડીએ છીએ પરંતુ હાલ આજની વાત કરીએ તો અમદાવાદમાં તમે વાત કરો નિકોલની, નરડોડાની, બાપુનગરની કે પછી વાત કરો શાહપુર, પાલડી, વસ્ત્રાપુરની, ઠેરઠેર પાણી ભરાઈ ગયા છે.

અમદાવાદના ઘણા વિસ્તારોમાં તો હાલત એવી છે કે દર થોડા અંતરે વાહન ચાલકો ધક્કા મારતા જોવા મળી રહ્યા છે. વરસાદમાં પાણી ભરાય અને પછી એ પાણીમાં વાહન ચલાવવું પડે તો પછી ધક્કા મારવાની નૌબત આવે તેવી હાલત આવા ઘણા લોકોની થઈ છે. જોકે તંત્રને એવી કોઈ મુશ્કેલી પડી હોય તેવું દેખાઈ રહ્યું નથી. અહીં કેટલાક વીડિયો ઉપર નજર કરીએ જેથી આપણે પરિસ્થિતિને વધુ સારી રીતે સમજી શકીએ.

UCC મામલે MLA ચૈતર વસાવાનું મિટિંગ માટે આહ્વાહનઃ ‘આદિવાસીઓને નુકસાન’

ADVERTISEMENT

https://twitter.com/sutaria_manan/status/1677318402732351488

5 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં હવામાન વિભાગે આગાહી કર્યા પ્રમાણે આગામી 5 દવસ સાર્વત્રીક વરસાદ રહેશે. જેમાં આવનારા ત્રણ દિવસ ધોધમાર વરસાદ પડી શકે છે અને તે પછી 2 દિવસ ધીમા વરસાદનું જોર રહેશે. ખાસ કરીને શનિવારે સમગ્ર ગુજરાતમાં વરસાદ પડશે તેવો અંદાજ છે. હાલમાં 4 દિવસ તો ગુજરાતના દરિયામાં માછીમારોને નહીં જવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે. ખાસ કરીને શનિવારે જૂનાગઢ અને ગીર સોમનાથમાં એલર્ટ અપાયું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT