અમદાવાદમાં આનંદનગર પોલીસ સ્ટેશનના PSI રૂ.50 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: સરકારી વિભાગોમાં વધી રહેલા ભ્રષ્ટાચારના મામલે વચ્ચે અમદાવાદ પોશ વિસ્તાર એવા આનંદનગરમાં પોલીસ દ્વારા લાંચ લેવાનો કિસ્સો સામે આવ્યો છે. આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI એન.યુ ટાપરીયાએ આરોપીને માર નહીં મારવા અને પાસા ન કરવા માટે રૂપિયા 50 હજારની માગણી કરી હતી. જોકે આ લાંચની રકમ સ્વીકરતા તેઓ ACBના હાથે રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

જોધપુર ગામના વ્યક્તિ સામે નોંધાઈ હતી ફરિયાદ
આનંદનગર પોલીસ સ્ટેશનની હદમાં આવતા જોધપુર ગામ વિસ્તારમાં ગોપાલ આવાસ ખાતે એક બનાવમાં રાયોટિંગ, છેડતી અને મારામારીની ઘટના બની હતી. જેની આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ગુનાની તપાસમાં PSI એન.યુ ટાપરિયાએ મહિલાના પતિને પકડ્યો હતો.

આરોપીને માર ન મારવા માંગી લાંચ
આ કેસમાં મહિલના પતિ સામે 151 કરીને જામીન લેવડાવી માર નહીં મારવા અને પાસા નહીં કરવા માટે PSI દ્વારા રૂ.50 હજારની માંગ કરવામાં આવી હતી. જોકે મહિલા પૈસા આપવા ન માગતા હોવાથી તેમણે ACBને આ અંગે જાણ કરી હતી. આથી ACB દ્વારા પોલીસ ચોકી ખાતે છટકુ ગોઠવ્યું હતું અને બાદમાં PSIને લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT