AHMEDABAD પોલીસ જવાનો બન્યા ચોર અને કિડનેપર પછી લાલદરવાજામાં…

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : શહેરમાં દિવાળી તહેવાર સમયે પોલીસ વિભાગ દ્વારા ખાસ તૈયારીઓ કરી છે. લોકોને પોતાનું પાકિટ ગુમાવવું ન પડે તે માટે પોલીસ દ્વારા જાગૃતિ કેળવવામાં આવી રહી છે. આવા ગઠીયાઓથી બચવા માટે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. પોલીસ પોતે જ ચોર બનીને હવે લોકોનાં પાકિટ ચોરી રહી છે. ત્યાર બાદ તે વ્યક્તિને તેનું પાકિટ પરત આપીને જાગૃતિનો સંદેશ પણ આવે છે.

કોમાં જાગૃતિ લાવવા માટે આખરે પોલીસે જ ચોર બનવું પડ્યું
લાલદરવાજા ખાતે પોલીસ કર્મચારી પોતે જ ખિસ્સાકાતરુ બન્યા હતા. કર્મચારીઓએ પર્સ, મોબાઇલ અને કિંમતી વસ્તુઓ ચોરી લીધી હતી. જેમાં ખરીદીમાં મશગુલ લોકોએ બેદરકારી દાખવ્યા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. પોલીસ કર્મચારીઓ બાળકનું અપહરણ કરીને લઇ ગયા હતા તેમ છતા ખરીદીમાં વ્યસ્ત લોકોને પોતાનું બાળક ક્યાં જતું રહ્યું તેની પણ જાણ નહોતી. આખરે પોલીસે આ લોકોની બેદરકારીનું ભાન કરાવ્યું હતું.

લાલદરવાજામાં મોટા પ્રમાણમાં લોકો ઉમટી પડતા હોય છે
દિવાળીના તહેવાર સમયે લાલદરવાજામાં ખરીદી કરવા માટે લોકોની ભારે ભીડ હોય છે. હજારોની સંખ્યામાં ઉમટી પડતા લોકોના કારણે ખિસ્સા કાતરુઓ પણ અહીં સક્રિય થતા હોય છે. તેવામાં લોકોને જાગૃત કરવા માટે આ ખાસ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસને ન માત્ર સફળતા મળી રહી છે પરંતુ લોકોમાં જાગૃતી પણ આવી રહી છે. લોકો પોલીસના આ નવતર અભિગમને આવકારી પણ રહ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT