પોર્શે-ઓડીમાં ફરનારો મહાઠગ કિરણ પટેલ પોલીસ ગાડીમાં જમ્મુથી ગુજરાત પહોંચ્યો, સામે આવ્યો VIDEO
અમદાવાદઃ ગુજરાત સહિત દેશભરમાં PMO અધિકારી હોવાની ખોટી ઓળખ આપીને લોકોને જ નહીં રાજ્યની સરકારનો પણ છેતરનારા મહાઠગ કિરણ પટેલની હવે દશા બેઠી છે. એકબાજુ…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાત સહિત દેશભરમાં PMO અધિકારી હોવાની ખોટી ઓળખ આપીને લોકોને જ નહીં રાજ્યની સરકારનો પણ છેતરનારા મહાઠગ કિરણ પટેલની હવે દશા બેઠી છે. એકબાજુ જમ્મુ-કાશ્મીરમાં PMO અધિકારી બનીને સરકારી સુવિધાઓ માણતો કિરણ પટેલ ઘણા દિવસથી જમ્મુ-કાશ્મીરની જેલમાં બંધ હતો, ત્યારે અમદાવાદમાં પણ તેના એક બાદ એક છેતરપિંડીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ વચ્ચે અમદાવાદમાં પૂર્વ મંત્રીના ભાઈનો બંગલો પચાવી પાડવાના પ્રયાસ મામલે કિરણ પેટલ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા તેની કસ્ટડી લેવા અમદાવાદ પોલીસ શ્રીનગર પહોંચી હતી. ત્યાંથી તેને લઈને નીકળેલી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ આજે ગુજરાતમાં પ્રવેશી ચૂકી છે.
અમદાવાદ પોલીસ ગુજરાતમાં પ્રવેશી
લોકોને છેતરીને તેમના પૈસે પોર્શે અને ઓડી જેવી મોંઘી કારોમાં ફરનારા કિરણ પટેલને પોલીસની બસમાં ગુજરાતમાં લવાયો હતો. અમદાવાદ પોલીસનો કિરણ પટેલને લઈને ગુજરાતમાં પ્રવેશતો વીડિયો હાલમાં સામે આવ્યો છે. જેમાં બસની અંદર નકલી PMO કિરણ પટેલ દેખાઈ રહ્યો છે.
અઢળક લોકોને છેતર્યા
વડાપ્રધાન ઓફીસનો અધિકારી છું, તેવું કહી ઝેડ પ્લસ સિક્યુરિટી, ફાઈવ સ્ટાર હોટેલ, બુલેટપ્રુફ એસયુવી કાર, લક્ઝૂરિયસ લાઈફ સ્ટાઈલ અને વ્હાઈટ કોલર રૂઆબ લઈને ફરતો મહાઠગ જમ્મુ કશ્મીરમાં સંવેદનશીલ વિસ્તારમાં પકડાયો હતો. મૂળ કિરણ અમદાવાદના ઈસનપુર ખાતેનો રહેવાસી છે. તેણે ન માત્ર આવી છેતરપીંડી પરંતુ તેણે અઢળક લોકોને છેતર્યા છે. જેમાંથી ઘણા તો કિરણનો આ કાંડ સામે આવ્યા પછી તુરંત આવા ઘણા કિસ્સાઓ પણ સામે આવવા લાગ્યા હતા.
ADVERTISEMENT
સિક્યુરિટી ફોર્સિસને વિચારતા કરી દીધા
કિરણ પોતાની વાકપટુતા અને બોડિ લેન્ગવેજથી એટલો મોટો બ્લફ માસ્ટર બની ગયો છે કે તેણે ન માત્ર પીએમઓ પણ ઘણા સ્ટેટની સિક્યુરિટી ફોર્સીસને પણ વિચારતા કરી દીધા છે. હાલ મળી રહેલી જાણકારી પ્રમાણે આ બ્લફ માસ્ટરને હવે અમાદવાદ ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદમાં લાવવાની તજવીજના ભાગ રૂપે તેની કસ્ટડી મેળવી તેને અહીં લાવી રહી છે.
ADVERTISEMENT