પોલીસ બેડામાં હડકંપ! કમિશ્નર મલિકે ઐતિહાસિક 1124 પોલીસ કર્મચારીઓની બદલી કરી

ADVERTISEMENT

Ahmedabad Police
Ahmedabad Police
social share
google news

અમદાવાદ : જેમ જેમ લોકસભા ચૂંટણી નજીક આવતી જઇ રહી છે તેમ તેમ સરકાર IAS થી માંડીને કોન્સ્ટેબલ સુધી એક પછી એક બદલીઓનો ઘાણવો ઉતારી રહી છે. અમદાવાદ પોલીસ કમિશ્નરે ચાર્જ સંભાળ્યાને ગણત્રીના જ મહિનાઓમાં એક પછી એક તબક્કાવાર પગલા લેવાનું શરૂ કર્યું છે. અનેક PI અને PSI ઓની બદલી બાદ હવે ASI, કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલોની બદલી કરવામાં આવી છે.

અમદાવાદ પોલીસ કમિશ્નર જી.એસ મલિક દ્વારા એક સાથે 1124 પોલીસ કર્મચારીઓની બદલી કરી દેવામાં આવી છે. ન ભુતો ન ભવિષ્યતી કહી શકાય તેવી આ બદલીના પગલે પોલીસ મહેકમમાં હડકંપ મચ્યો છે. વર્ષોથી પોલીસ સ્ટેશનમાં ગુંદર લગાવીને બેઠેલા ASI, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલોની બદલી કરવામાં આવી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT