માનવ તસ્કરીનું આંતરરાજ્ય કૌભાંડ ઝડપાયું, સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરી અન્ય રાજ્યમાં વેચી દેતા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: અમદાવાદના કણભામાં થોડા દિવસ પહેલા 14 વર્ષની એક સગીરાનું અપહરણ થયું હતું. આ કેસની તપાસમાં હવે માનવ તસ્કરીનું આખું કૌભાંડ ઝડપાયું છે. સગીરાનું અપહરણ કરીને તેને અન્ય રાજ્યોમાં વેચીને ગેરકાયદેસર લગ્ન કરાવાતા હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે એક સગીર, બે મહિલાઓ સહિતના આરોપીને ઝડપીને તપાસ શરૂ કરી છે. સાથે જ સગીરાને છોડાવીને તેના પરિવારને પરત સોંપી છે.

કણભાની સગીરાના અપહરણ કેસની તપાસમાં કૌભાંડના તાર ખુલ્યા
વિગતો મુજબ, કણભામાં 12મી મેના રોજ 14 વર્ષની એક સગીરાના અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેની તપાસ કણભા પોલીસ, અમદાવાદ ગ્રામ્ય પોલીસ તથા લોકલ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી હતી. જેમાં બાતમી મળી હતી કે ગાંધીનગરના માણસામાં બોરૂ ગામમાં મોતીભાઈના ઘરે સગીરા છે, જે બાદ પોલીસે તપાસ કરતા ત્યાંથી સગીરા મળી આવી હતી. બાદમાં પોલીસે મોતીભાઈની પૂછપરછ કરતા અમદાવાદના અશોક પટેલ તથા તેની પત્ની રેણુકા તથા રૂપલ મેકવાનનું નામ આવતા તેમને ઝડપી લેવામાં આવ્યા હતા. આરોપીઓની પૂછપરથ કરતા મુખ્ય આરોપી અશોક પટેલ તથા તેનો સગીર પુત્ર, અમરતજી ઠાકોર, ચેહરસીંગ સોલંકીનું નામ ખુલતા તેમને પણ ઝડપી લેવામાં આવ્યા હતા.

દુષ્કર્મ આચરીને યુવતીને વેચી દેતા
પોલીસ તપાસમાં ખુલાસા મુજબ, અશોક તેની પત્ની અને તેનો સગીર પુત્ર આ સમગ્ર કૌભાંડ ચલાવતા હતા. જેમાં તેઓ કોઈ ચોક્કસ સગીરાને ટાર્ગેટ કરીને અપહરણ કરતા. બાદમાં બાપ-દીકરો તેના પર દુષ્કર્મ ગુજારતા હતા, આમ સગીરાને માનસિક રીતે તોડી નાખીને ધમકાવતા કે તારા માતા-પિતા પાસે જઈશ તો તેમની બદનામી થશે. બાદમાં બનાસકાંઠાના અમરતજી ઠાકોરની મદદથી સગીરાને મધ્યપ્રદેશ, રાજસ્થાન તથા મહારાષ્ટ્રમાં વેચીને તેના ગેરકાયદેસર લગ્ન કરાવતા. જોકે લગ્ન કરાવી સગીરા પાસે ચોરી કરાવી તેને લૂંટેરી દુલ્હન બનાવતા હતા.

ADVERTISEMENT

શાહીબાગમાંથી પણ સગીરાનું અપહરણ કર્યું હતું
ત્યારે પોલીસની તપાસમાં અમદાવાદના શાહીબાગમાંથી પણ આરોપીઓએ એક સગીરાનું અપહરણ કર્યું હોવાનો ખુલાસો થયો છે. બાદમાં તેને રાજસ્થાનની ગેંગને વેચી દીધી હતી. આ ગેંગ તેનો લૂંટેરી દુલ્હન તરીકે ઉપયોગ કરતી હતી. આગામી દિવસોમાં આ માનવ તસ્કરીના કૌભાંડમાં હજુ પણ અનેક મોટા ખુલાસાઓ થઈ શકે છે.

    follow whatsapp

    ADVERTISEMENT