અમદાવાદમાં ફિલ્મને પણ ટક્કર મારે તેવો દુષ્કર્મ, અપહરણ અને હત્યાનો કેસ, 1 વર્ષે ભુવાજી સહિત 8 આરોપીઓ પકડાયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: શહેરમાં બોલિવૂડની ફિલ્મને પણ ટક્કર મારે તેવો યુવતી સાથે બળાત્કાર બાદ હત્યા કરી નખાયાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં જૂનાગઢની યુવતી અમદાવાદ આવવા માટે નીકળી હતી, પરંતુ રસ્તામાં જ તેની હત્યા કરીને લાશને સળગાવી દેવામાં આવી હતી. ત્યારે 1 વર્ષ બાદ આ દુષ્કર્મ અને હત્યાના બનાવનો સમગ્ર મામલો સામે આવી ગયો છે. જેમાં ભુવાજી સહિત 8 આરોપીઓની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે.

1 વર્ષથી ગુમ યુવતીના કેસમાં ચોંકાવનારો ખુલાસો
વિગતો મુજબ, જૂનાગઢની યુવતી છેલ્લા 1 વર્ષથી ગુમ હતી, ત્યારે તેને શોધી કાઢવા માટે પોલીસ દ્વારા ગંભીરતા પૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. યુવતી છેલ્લીવાર 19 જૂન 2022ના રોજ જૂનાગઢમાં પોતાના ઘરેથી નીકળી હતી. તે સુરત ભુવાજી અને મીત શાહ નામના યુવકો સાથે અમદાવાદમાં કારમાં આવવા નીકળી હતી. જોકે મીતના ઘરે આવ્યા બાદ અચાનક કોઈને કહ્યા વગર તે નીકળી ગઈ હોવાની અરજી સુરજ સોલંકીએ પાલડી પોલીસમાં આપી હતી. સુરજે પોલીસને કહ્યું કે, યુવતી પોતાનો સામાન લઈને ઘરેથી જતી રહી છે અને મને વોટ્સએપ પર મેસેજ કરીને કહ્યું છે કે, મને શોધવાનો પ્રયાસ ન કરતા હું તમારા જીવનમાંથી હંમેશા માટે જાઉં છું, પોલીસના લફડામાં પડતા નહીં.

યુવતીના ભાઈએ અરજી કરી અને કેસ ખુલ્યો
મહિના બાદ યુવતીના ભાઈએ પોલીસમાં જાણવા જોગ અરજી કરી હતી. જેમાં કહ્યું હતું કે, મારી બહેન છેલ્લે સુરજ ભુવાજી સાથે અમદાવાદ જવા નીકળી હતી અને ગુમ થઈ ગઈ છે. આ મામલે તપાસ કરી રહેલી પાલડી પોલીસને સફળતા મળી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપી સુરજ ભુવાજીએ યુવતી પર જૂનાગઢમાં બળાત્કાર કર્યો હતો. આ વાત છુપાવવા માટે તેને અમદાવાદ જતા ચોટીલામાં જમ્યા બાદ ફોસલાવીને વાટાવચ્છ ગામની સીમમાં લઈ જવામાં આવી. જ્યાં સુરજના ભાઈ યુવરાજ અને તેના મિત્રોએ આવીને યુવતી સાથે બોલાચાલી કરી હતી.

ADVERTISEMENT

આરોપીએ માતાને યુવતીને કપડા પહેરાવીને શહેરમાં ફેરવી
દરમિયાન કારની પાછળની સીટમાં બેઠેલે મીત શાહે દુપટ્ટા વડે યુવતીને ગળે ટૂંપો આપી દીધો અને હત્યા કરીને લાશને અવાવરૂ જગ્યાએ લઈ જઈ પેટ્રોલ છાંટીને સળગાવી દીધી હતી. બાદમાં ધારા ફરાર થઈ ગઈ હોવાનું નાટક કર્યું હતું. ધારા ઘરેથી ફરાર થઈ છે આ વાતનો લોકોને વિશ્વાસ થાય એટલે આરોપીઓએ મિતની માતાને ધારાને કપડા પહેરાવીને અમદાવાદમાં ફેરવી હતી. જેથી લોકોને પણ તેમની વાત પર વિશ્વાસ થાય. ત્યારે સમગ્ર મામલે ખુલાસો થયા બાદ પોલીસે આરોપી સુરજ ભુવાજી, તેના ભાઈ યુવરાજ, ગુંજન જોશી, મીત શાહ, મીતના માતા તથા તેના ભાઈ સંજયની ધરપકડ કરી છે.

    follow whatsapp

    ADVERTISEMENT