AHMEDABAD PM LIVE: ચરખો ચલાવવો તે કોઇ ભગવાનની ભક્તિ કે યોગથી કમ નથી

ADVERTISEMENT

gujarattak
social share
google news

PM નું સંબોધન LIVE : ગુજરાતના ખુણેખુણાથી આવેલા ભાઇઓ બહેનો અને મુખ્યમંત્રી સહિત તમામ પદાધિકારીઓ. સાબરમતીનો આ કિનારો ધન્ય થઇ ચુક્યો છે. આઝાદીના 75 વર્ષ પુર્ણ થવા પ્રસંગે 7500 બહેનો દિકરીઓએ એક સાથે ચરખા પર રૂ કાંતિને નવો ઇતિહાસ રચ્યો છે. મારુ સૌભાગ્ય છે કે, મને પણ થોડો સમય ચરખા પર હાથ અજમાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. મારા માટે આ ચરખો ચલાવવો કંઇક ભાવુક પળ પણ હતા. મારા બાળપણની મને યાદ અપાવી દીધી. અમારા નાનકડા ઘરના એક ખુણામાં બધી જ વસ્તુઓ રહેતી અને મારા માતા આર્થિક ઉપાર્જન માટે ચરખો કાંતતા હતા. આજે તે ચિત્ર પણ ફરી મને યાદ આવી ગયું. આ તમામ વસ્તુઓને હું જોઉ છું. આજે કે પહેલા પણ ક્યારેક ક્યારેક મને લાગે છે કે, જે પ્રકારે એક ભક્ત ભગવાનની પુજા જે પ્રકારે કરે છે અને પુજાની સામગ્રી ઉપયોગ કરે છે. સુતર કાંતવાની પ્રક્રિયા પણ ઇશ્વરની આરાધનાથી ઓછી નથી. આજે અહીં હાજર દરેક વ્યક્તિ આઝાદીના અમૃત મહોત્સવ અને ખાદી મહોત્સવને અનુભવી રહ્યા હશે. આપણા સ્વતંત્ર સેનાનીઓને આ એક સુંદર ઉપહાર અને શ્રદ્ધાંજલી છે. આજે જ ગુજરાત રાજ્ય ખાદીગ્રામોદ્યોગ બોર્ડના નવા બિલ્ડિંગ અને ભવ્ય અટલ બ્રિજનું પણ લોકાર્પણ થયું છે. હું અમદાવાદના લોકોને, ગુજરાતના લોકોને આજે આ નવા પડાવ પર જઇને આગળ વધી રહ્યા છીએ ત્યારે શુભકામનાઓ પાઠવું છું.

મિત્રો અટલ બ્રિજ સાબરમતી નદીના બે કિનારાઓને જ નહી પરંતુ ડિઝાઇન અને ઇનોવેશનનો પણ મિલાપ છે. તેની ડિઝાઇનમાં ગુજરાતના પ્રખ્યાત પતંગ મહોત્સવનું ધ્યાન રખાયું છે. ગાંધીનગર અને ગુજરાતે હંમેશા અટલજીને ખુબ જ સ્નેહ આપ્યો હતો. 1996 માં અટલજીએ ગાંધીનગરથી રેકોર્ડ વોટ સાથે લોકસભા ચૂંટણી જીતી હતી. આ અટલ બ્રિજ અહીંના લોકો તરફથી તેમને એક ભાવભીની શ્રદ્ધાંજલી પણ છે. સાથીઓ થોડા દિવસો પહેલા ગુજરાત સહિત સમગ્ર દેશમાં આઝાદીના 75 વર્ષ પુર્ણ થવા પ્રસંગે ખુબ જ ઉત્સાહની સાથે અમૃત મહોત્સવ ઉજવ્યો હતો. તેમાં પણ જે પ્રકારે ગામે-ગામ અને ગલીએ ગલીમાં ત્રિરંગો ફરકાવવામાં આવ્યો તે મન ભી ત્રિરંગા, તન ભી ત્રિરંગાનો ઉત્સવ ઉજવાયો, પ્રભાતફેરીઓ નિકળી તેમાં રાષ્ટ્રભક્તિનું પુર હતું. વિકસિત ભારતનો સંકલ્પ પણ રહ્યો. આ જ સંકલ્પ આજે ખાદી ઉત્સવમાં પણ દેખાઇ રહ્યો છે. ચરખા પર રૂ કાંતી રહેલા તમારા હાથ ભવિષ્યના ભારતનાં વણાટ કરી રહ્યા છે. ઇતિહાસ સાક્ષી છે કે, ખાદીનો એક સામાન્ય દોરો આઝાદીના આંદોલનની શક્તિ બની ગયો. તે ગુલામીની ઝંઝીરોને તોડી નાખી. ખાદીનો આ જ દોરો વિકસિત ભારતના પ્રણને પુર્ણ કરવાનું આત્મનિર્ભર ભારતના સપનાને પુર્ણ કરવાનો પ્રેરણાસ્ત્રોત પણ બની શકે છે. જે પ્રકારે એક દિવો પછી તે ગમે તેટલો નાનો કેમ ન હોય તે અંધારાને પરાસ્ત કરી દે છે. આવી જ રીતે ખાદી જેવી આપણી પરંપરાગત શક્તિ ભારતને નવી ઉંચાઇઓ પર લઇ જવાની પ્રેરણા પણ બની શકે છે. એટલા માટે જ આ ખાદી ઉત્સવ સ્વતંત્રતા આંદોલનના ઇતિહાસને પુનર્જીવીત કરવાનો પ્રયાસ છે. આ ખાદી ઉત્સવ ભવિષ્યના ઉજ્વલ ભારતના સંકલ્પને પુર્ણ કરવાની પ્રેરણા છે. સાથીઓ આ વખતે 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી મે પંચ પ્રાણની વાત કરી છે. સાબરમતીના કિનારે આ પુણ્યપ્રવાહની સામે આ પવિત્ર સ્થાને હું પંચપ્રાણોને ફરી એકવાર પુનરાવર્તિત કરવા માંગુ છું. 1. દેશની સામે વિરાટ લક્ષ્ય, વિકસિત ભારત. 2. ગુલામીની માનસિકતાનો સંપુર્ણ રીતે ત્યાગ. 3. પોતાના ઇતિહાસ પર ગર્વ 4. રાષ્ટ્રની એકતા વધારવાનો પુરજોર પ્રયાસ 5. દરેક નાગરિકનું કર્તવ્ય નિભાવવુ. આજનો આ ખાદી ઉત્સવ આ પંચપ્રાણોનું સંદર પ્રતિબિંબ પણ છે. ખાદી ઉત્સવમાં એક વિરાટ લક્ષ્ય પોતાના ઇતિહાસનું ગૌરવ, જનભાગીદારી, પોતાનું કર્તવ્ય બધુ જ સમાહિત છે. ખાદી પણ ગુલામીની માનસિકતાની ખુબ જ મોટી ગુપ્તભોગી રહી છે. આઝાદીના આંદોલન સમયે જે ખાદીએ આપણને સ્વદેશીનો અહેસાસ કરાવ્યો આઝાદી બાદ આ જ ખાદીને અપમાનિત નજરોથી જોવામાં આવી. આઝાદીના આંદોલન સમયે જે ખાદીને ગાંધીજીએ દેશનું સ્વાભિમાન બનાવ્યું તે જ ખાદીને આઝાદી બાદ હિનભાવનાથી ભરી દેવામાં આવી. ખાદી અને ખાદી સાથે જોડાયેલો ગ્રામોદ્યોગ સંપુર્ણ નષ્ટ થઇ ગયો. ખાદીની આ સ્થિતિ વિશેષ રીતે ગુજરાત માટે ખુબ જ પીડાદાયક હતી. ગુજરાતનો ખાદી સાથે ખુબ જ ખાસ સંબંધ રહ્યો છે. મને આનંદ છે કે, ખાદીને એકવાર ફરી જીવનદાન કરવાનું કામ ગુજરાતની આ ધરતીએ કર્યું છે. મને યાદ છે ખાદીની સ્થિતિ સુધારવા માટે અમે ગાંધીજીના ધર્મસ્થાન પરથી શરૂઆત કરી. ખાદી ફોર નેશન એન્ડ ખાદી ફોર ફેશનનો સંકલ્પ લીધો. તેના પ્રમોશન માટે અનેક ફેશન શો કર્યા અને પ્રખ્યાત હસ્તીઓને તેની સાથે જોડવામાં આવ્યા ત્યારે લોકો અમારી મજાક ઉડાવતા હતા. જો કે ખાદીનું અપમાન ગુજરાતને સ્વિકાર નહોતી. ગુજરાત સમર્પીત ભાવથી આગળ વધતું રહ્યું અને તેણે ખાદીને જીવનદાન આપીને દેખાડ્યું. 2014 માં જ્યારે તમે મને દિલ્હી જવાનો આદેશ આપ્યો ત્યારે ગુજરાતથી મળેલી પ્રેરણાને મે વધારે આગળ વધારીને વિસ્તાર કર્યો. અમે ખાદી ફોર નેશન અને ખાદી ફોર ફેશનને વધારીને ખાદી ફોર ટ્રાન્સફોર્મેશનની શરૂઆત કરી. સમગ્ર દેશમાં ખાદી સાથે જોડાયેલા જે પણ વાંધા હતા તે દુર કરીને દેશના લોકોને ખાદીની પ્રોડક્ટ ખરીદવા માટે પ્રોત્સાહિત કર્યા. જેનું પરિણામ આજે લોકો જોઇ રહ્યા છે કે, વિશ્વની ટોપની ફેશન બ્રાન્ડ ખાદી સાથે જોડાવા આગળ આવી રહ્યા છે. ભારતમાં રેકોર્ડ ઉત્પાદન અને વેચાણ થઇ રહ્યું છે. છેલ્લા 8 વર્ષોમાં ખાદીના વેચાણમાં 4 ગણો વધારો થયો છે. ભારતના ખાદી અને ગ્રામોદ્યોગનું ટર્ન ઓવર 1 લાખ કરોડથી વધારે ઉંચુ જતુ રહ્યું છે. ખાદી વેચાણ વધવાનો સૌથી વધારે લાભ તમને થયો છે, મારા ગામડા સાથે જોડાયેલા લોકોને થયો છે. ગામડાઓમાં વધારે પૈસા ગયા છે અને ગામમાં લોકોને રોજગાર મળ્યા. ખાસ રીતે માતા-બહેનોનું સશક્તિકરણ થયું છે. છેલ્લા 8 વર્ષમાં માત્ર ખાદી અને ગ્રામોદ્યોગમાં પોણા બે કરોડ નવા રોજગાર પેદા થયું છે. ગુજરાતમાં તો હવે ગ્રીન ખાદીનું અભિયાન ચાલી રહ્યું છે. અહીં તમે સોલરચરખાથી ખાદી બનાવાઇ રહી છે. કારીગરોને સોલાર ચરખા અપાઇ રહ્યા છે. ગુજરાત ફરી એકવાર નવો રસ્તો દેખાડી રહ્યું છે. સાથીઓ ભારતના વધતા ખાદી ઉદ્યોગ પાછળ પણ મહિલાઓનું મોટુ યોગદાન છે. ઉદ્યમિતતાનું પ્રમાણ આપણી માતા બહેનો છે. તેનું પ્રમાણ ગુજરાતમાં સખી મંડળોનો વિસ્તાર છે. એક દશક પહેલા બહેનોના સશક્તિકરણ માટે મિશન મંગલમ શરૂ કર્યું હતું. આજે ગુજરાતમાં બહેનોનાં 2.60 લાખથી વધારે સ્વયં સહાયતા સમુહ બની ચુક્યા છે. જેમાં 26 લાખથી વધારે બહેનો જોડાયેલી છે. આ બહેનોને ડબલ એન્જિન સરકારની ડબલ મદદ પણ મળી રહી છે. બહેનો બેટીઓની શક્તિ જ આ અમૃતકાળમાં અસલી પ્રભાવ પેદા કરવાની છે. દેશની દિકરીઓ મહત્તમ સંખ્યામાં રોજગાર સાથે જોડાય અને પોતાના મનનું કામ કરે. તેમાં મુદ્રા યોજના ખુબ જ મોટી ભુમિકા નિભાવી રહી છે. એક સમય હતો જ્યારે નાની મોટી લોન લેવા માટે પણ બહેનોએ બેંકોના ધક્કા ખાવા પડતા હતા આજે મુદ્રા યોજના હેઠળ 50 હજારથી માંડીને 10 લાખ રૂપિયા સુધી કોઇ ગેરેન્ટી વગર લોન અપાઇ રહી છે. અનેક બહેનોએ આનો લાભ લઇને પોતાનો કારોબાર તો શરૂ કર્યો સાથે લોકોને રોજગાર પણ આપ્યો છે. અનેક બહેનો ખાદી ગ્રામોદ્યોગ સાથે પણ જોડાયેલી છે. આજે ખાદી જે ઉંચાઇ પર છે તેનાથી આગળ આપણે ભવિષ્ય તરફ જોવાનું છે. વૈશ્વિક પ્લેટફોર્મ પર આપણે સાંભળીએ છીએ સસ્ટેનેબિલીટી. દરેક ક્ષેત્રમાં સસ્ટેનેબિલીટી તરફ આગળ વધી રહી છે. સમગ્ર વિશ્વ પ્રયાસ કરે છે કે, માણસના રહેવાથી પૃથ્વી પર ઓછામાં ઓછો બોજ પડે. વિશ્વમાં આજે બેક ટુ બેઝીક પર પરત ફરી રહ્યા છે. પ્રાકૃતિક સંસાધનો પણ જોર અપા ઇરહ્યું છે. આપણા ઉત્પાદનો ઇકો ફ્રેન્ડલી હોય અને પર્યાવરણને નુકસાન ન પહોંચાડે તે ખુબ જ જરૂરી છે. ખાદી ઉત્સવમાં આવેલા તમામ લોકો વિચારી રહ્યા હશે કે, હું સસ્ટેનેબલ થવાની વાત પર જોર કેમ આપી રહ્યો છું. ખાદી સસ્ટેનેબલ ક્લોધિંગનું ઉદાહરણ છે. ખાદી ઇકોફ્રેન્ડલી ક્લોધીંગનું ઉદાહરણ છે. તેનાથી કાર્બન ફુટપ્રિન્ટ ખુબ જ ઓછું હોય છે. જ્યાં તાપમાન વધારે હોય ત્યાં ખાદી હેલ્થની દ્રષ્ટીએ ખુબ જ મહત્વની છે. જેથી ખાદી આજે વૈશ્વિક સ્તરે ખુબ જ મોટી ભુમિકા નિભાવી શકે છે. આપણને આપણા ઇતિહાસ પર ગર્વ હોવો જોઇએ. ખાદી સાથે જોડાયેલા તમામ લોકો માટે એક ખુબ જ મોટુ બજાર તૈયાર થઇ ચુક્યું છે. આ મોકાને ચુકવું ન જોઇએ. હું તે દિવસ જોઇ રહ્યો છું જ્યારે વિશ્વનાં દરેક મોટા સુપર માર્કેટમાં ભારતની ખાદી છવાયેલી હશે. તમારી મહેનત અને પરસેવો વિશ્વમાં છવાઇ જશે. જળવાયુ પરિવર્તન વચ્ચે ખાદીની ડીમાન્ડ ખુબ જ ઝડપથી વધવાની છે. ખાદીને લોકલથી ગ્લોબલ થતા કોઇ પણ શક્તિ અટકાવી શકશે નહી. સાથીઓ સાબરમતીના કિનારેથી દેશભરના લોકોને અપીલ કરવા માગું છુ કે, આગામી તહેવારોમાં ખાદીગ્રામોદ્યોગમાં બનેલું ઉત્પાદન જ ગીફ્ટમાં આપો. તમારા ઘરમાં પણ અલગ અલગ ફેબ્રિકમાંથી બનેલા કપડા હોઇ શકે પરંતુ તેમાં ખાદીને પણ સ્થાન આપો તો વોકલ ફોર લોકલમાં મદદ મળશે. કઇ ગરીબનું જીવન સુધરશે. જે લોકો વિદેશમાં રહે છે તે પોતાનાં મિત્ર પાસે જઇ રહ્યા હો તો ગીફ્ટ તરીકે ખાદીનું એક પ્રોડક્ટ સાથે રાખે. આનાથી ખાદીને ઉત્તેજન મળશે વિદેશમાં પણ પ્રચાર થશે અને ઉદ્યોગ આગળ વધશે. જે દેશ પોતાનો ઇતિહાસ ભુલી જાય છે તેઓ નવો ઇતિહાસ નથી બનાવી શકતા. ખાદી આપણા ઇતિહાસનો અભિન્ન હિસ્સો છે. જ્યારે આપણી વિરાસત પર ગર્વ કરીએ ત્યારે જ વિશ્વ તેને માન સન્માન આપે છે. ભારતની ટોય ઇન્ડસ્ટ્રી તેનું ઉદાહરણ છે. ભારતીય પરંપરા અનુસાર બનેલા રમકડા પ્રકૃતિ માટે સારા હોય છે અને બાળકોને પણ નુકસાન નથી થતું. વિદેશી હોડમાં ભારતની સમૃદ્ધ ટોય ઇન્ડસ્ટ્રી બરબાદ થઇ ગઇ હતી. સરકારના પ્રયાસોથી, રમકડા ઉદ્યોગની સ્થિતિ બદલાઇ છે. વિદેશથી મંગાવાતા રમકડા હવે ઇમ્પોર્ટ ઓછા થઇ રહ્યા છે અને એક્સપોર્ટ વધારે થઇ રહ્યા છે. આનો મહત્તમ લાભ નાનકડા લોકોને થયો છે. સરકારના પ્રયાસોથી હેન્ડીક્રાફ્ટના નિકાસમાં વધારો થયો છે. 2 લાખથી વધારે હસ્તશિલ્પી જેમ પોર્ટલ સાથે જોડાયેલા છે. સરકાર સરળતાથી પોતાનો સામાન વેચી રહ્યા છે. કોરોનાના સંકટકાળમાં પણ અમારી સરકારે હસ્તશિલ્પીઓની સાથે ઉભી રહી. લઘુ ઉદ્યોગોને શક્ય તેટલી મહત્તમ મદદ કરી. સરકારે કરોડો રોજગાર જતા અટકાવ્યા છે. અમૃત મહોત્સવની શરૂઆત ગત્ત વર્ષે માર્ચ મહિનાથી થઇ હતી. અમૃત મહોત્સવ 2023 સુધી ચાલશે. ખાદી સાથે જોડાયેલા ભાઇઓ, ગુજરાત સરકારને આ ભવ્ય આયોજન માટે શુભકામનાઓ પાઠવું છું. અમૃત મહોત્સવમાં આપણે આવા જ આયોજનથી આગામી પેઢીને જોડવાની છે. હું તમામ દેશવાસીઓને અપીલ કરવા માંગુ છું કે, તમે જોયું હશે કે, દુરદર્શન પર એક સ્વરાજ સિરિયલ શરૂ થઇ છે. દેશના આઝાદી અને સ્વાભિમાન માટે દેશના ખુણેખુણે શું સંઘર્ષ અને બલિદાન થયું તે આ સીરિયલમાં દેખાડાયું છે. આ ગાથાઓને ખુબ જ વિસ્તારથી આ દેખાડવામાં આવ્યું છે. દુરદર્શનમાં રવિવારે રાત્રે 9 વાગ્યે આવતી આ સ્વરાજ સીરિયલ સંપુર્ણ પરિવારે જોવી જોઇએ. આપણા બાપ દાદાઓને આપણા માટે શું શું સહન કર્યું છે તે જોવું જોઇએ. રાષ્ટ્રભાવના, રાષ્ટ્રચેતનાનો ભાવ સતત વધતો રહે તે માટે હું તમામનો આભાર માનુ છું.

મારે વિશેષ રીતે માતા બહેનોને નમન કરવા છે. આ ચરખો ચલાવવો તે પણ એક સાધના છે. એકાગ્રતાથી યૌગીક ભાવથી આ માતા બહેનો રાષ્ટ્રના વિકાસની અંદર યોગદાન આપે છે. આટલી મોટી સંખ્યામાં આવી ઘટના બની હોય તેવી ઇતિહાસની પહેલી ઘટના હશે. વર્ષોથી લોકો આ વિચાર સાથે જોડાયેલા છે. એવા તમામ મિત્રોને મારી વિનંતી છે કે, અત્યાર સુધી તમે જે પદ્ધતીથી કામ કર્યું છે આજે ભારત સરકાર દ્વારા મહાત્મા ગાંધીના આ મુલ્યોને ફરી એકવાર પ્રાણવાન બનાવવાના પ્રયાસ ચાલી રહ્યા છે તેને સમજવાનો પ્રયાસ થાય. તેનો સ્વિકાર થાય તેના માટે હું આપ તમામને વિનંતી સહ નિમંત્રણ આપુ છું. સૌ સાથે મળીને આઝાદીના અમૃત મહોત્સવમાં બાપુએ જે મહાન પરંપરા ઉભી કરી છે જે પરંપરાઓ ભારતના ઉજ્વળ ભવિષ્યનો આધાર બની શકે છે તેના માટે સંપુર્ણ શક્તિ લગાડીએ, સામર્થ લગાડીએ, કર્તવ્યભાવ નિભાવીને વિરાસત પર ગર્વ કરીને આગળ વધીએ તેવો પ્રયાસ કરીએ.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT