જુગારી ભાઈને બચાવવા Paresh Rawal નો જવાબ સાંભળીને તમારું માથું ચકરાઈ જશે

kenil somaiya

ADVERTISEMENT

Paresh Rawal Tweet
Paresh Rawal Tweet
social share
google news
  • BJPના પૂર્વ MP પરેશ રાવલે કેજરીવાલ પર કર્યા પ્રહાર
  • અરવિંદ કેજરીવાલના શીશમહેલનું નામ લઈ કરી ટકોર
  • કિર્તીકુમાર અને હિમાંશુ પરેશ રાવલના ભાઈ છે, જેના જુગાર રમવામાં નામ સામે આવ્યા હતા

Paresh Rawal Tweet: ચાર વર્ષ અગાઉ વિસનગર ખાતે મથુરદાસ ક્લબમાં ચાલતા જુગારધામનો પોલીસે પર્દાફાશ કરીને 20 જુગારીની ધરપકડ કરી હતી. જેમાં મુખ્ય સંચાલક કિર્તીકુમાર રાવલ અને હિમાંશુ રાવલનું નામ સામે આવ્યું હતું. જેને લઈ પર એક ટ્વિટર યુઝરે પરેશ રાવલને ટેગ કરીને ચાર વર્ષ પહેલાની વાતને લઈ સવાલ કર્યો હતો કે જુગારીભાઈને અદાલતથી છોડાવ્યો કે પોલીસ સ્ટેશનથી? આના પર આજે પરેશ રાવલએ ટ્વિટ કરીને જવાબ મજેદાર જવાબ આપ્યો.

BJPના પૂર્વ MP પરેશ રાવલે કેજરીવાલ પર કર્યા પ્રહાર

આ ટ્વિટમાં પરેશ રાવલે જવાબ આપતા આમ આદમી પાર્ટીને ટાર્ગેટ કરી અને અરવિંદ કેજરીવાલના શીશમહેલ પર પ્રહાર કર્યો હતો. તેમણે ટ્વિટ કરી કે, જુગાર પોતાના પૈસે રમાતો હોય છે અને શીશમહેલ જનતાના પૈસાનું બનાવવામાં આવે છે. તેમના ભાઈનું નામ જુગારમાં પકડાતાં આ પ્રમાણે લખ્યું હતું અને અરવિંદ કેજરીવાલના શીશમહેલને લઈ પ્રહાર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો

ADVERTISEMENT

શું છે સમગ્ર મામલો?

4 વર્ષ પહેલા વિસનગર ખાતે મથુરદાસ ક્લબમાં ચાલતા જુગારધામનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. જુગારીઓમાંથી મુખ્ય સંચાલક કિર્તીકુમાર રાવલ અને હિમાંશુ રાવલ ફિલ્મ અભિનેતા અને ભાજપના પૂર્વ સાંસદના ભાઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું. જેમાં હિમાંશુ પરેશ રાવલના સગાભાઈ અને કિર્તીકુમાર ફઈના દિકરા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે 20 જુગારીઓ પાસેથી કુલ રૂા. 1,94,103 રોકડા ઝડપી લીધા છે.

બીજી તરફ છેલ્લા કેટલાક સમયથી ચાલતું આ જુગાર ધામ ભાજપના પૂર્વ સાંસદ પરેશ રાવલના સગા ભાઈ હિમાંશુ રાવલ અને ફોઈના દીકરા કિર્તી રાવલ દ્વારા ચલાવવામાં આવતું હોવાનું બહાર આવતા સમગ્ર જિલ્લામાં ભાજપ-કોંગ્રેસના રાજકારણમાં ગરમાવો આવી જવા પામ્યો હતો. ક્લબની અંદર અલગ-અલગ ટેબલ પર જુગાર રમી રહેલા જુગારીઓ પાસેથી પોલીસે 16 મોબાઈલ અને 3 વાહનો મળી 6 લાખ 33 હજાર 500નો મુદ્દામાલ કબજે કરી તમામ જુગારીઓ સામે જુગારધારા કલમ મુજબ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT