Ahmedabad: હોસ્પિટલની ગંભીર બેદરકારી, મોતિયાના ઓપરેશન બાદ 17 દર્દીઓને થઈ આડઅસર

ADVERTISEMENT

gujarattak
social share
google news

Ahmedabad News: અમદાવાદ જિલ્લાના વિરમગામમાં આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. મોતિયાના ઓપરેશન બાદ 17થી વઘુ દર્દીઓને આડઅસર થયાના સમાચાર સામે આવ્યા છે. ઓપરેશન બાદ 17થી વઘુ દર્દીઓને દેખાતું બંધ થઈ જતાં ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદ આવતાની સાથે જ આરોગ્ય વિભાગ દોડતું થયું હતું.

સિવિલ હોસ્પિટલનાં આંખ વિભાગમાં 5 દર્દીઓ સારવાર હેઠળ ખસેડાયા

અમદાવાદનાં માંડલની રામાનંદ ટ્રસ્ટ સંચાલિક હોસ્પિટલ વિવાદમાં આવી છે. જેમાં આંખની સારવાર કરાવ્યા બાદ દર્દીઓને અંધાપાની અસર થવા પામી હતી. અંધાપાની અસર થતા પીડિત દર્દીઓને સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. સિવિલ હોસ્પિટલનાં આંખ વિભાગમાં 5 દર્દીઓ સારવાર હેઠળ ખસેડાયા હતા. જેમાં ત્રણ મહિલા અને બે પુરૂષ દર્દીઓથી વધુ હોવાનું સામે આવ્યું છે. તબીબોના મત અનુસાર મોતીયાના ઓપરેશન બાદ નાખવામાં આવતા ટીપાંના કારણે રોશનીને અસર થઈ હતી.

3 તારીખ પછીનાં ઓપરેશન અંગેની ચકાસણી થશે

આ ઘટના વિશે સિવિલ હોસ્પિટલના ડાયરેક્ટર ડો. સ્વાતિ રવાણીએ કહ્યું કે, દર્દીના 10 તારીખે આંખોના મોતીયાના ઓપરેશન માંડલમાં થયા હતા. તેમાંથી ઘણા લોકોને દેખાતું ન હોવાની ફરિયાદો સામે આવી હતી. દર્દીઓને અંધાપાની અસર થતા તમામને અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. ગતરોજ અમે તબીબો અને અધિકારીઓની ટીમને સ્થળ પર મોકલી છે. તેમજ અન્ય 12 દર્દીઓને પણ ત્યાં સારવાર માટે દાખલ કરાયા છે. અંધાપાનું કારણ કોઈ રીતે ઈન્ફેક્શન પણ હોઈ શકે છે. 3 તારીખ પછીનાં તમામ ઓપરેશનની ચકાસણી કરવામાં આવશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT