Ahmedabad News: નરોડામાં ભેખડ ધસી પડી, ફોર્ચ્યુન એમ્પાયરની સાઈટ પર ત્રણના મોત
Ahmedabad News: અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી ફોર્ચ્યુન કન્સ્ટ્રક્શન સાઈટ પર એક મોટી દૂર્ઘટના ઘટી છે. જેમાં ત્રણ વ્યક્તિએ જીવ ગુમાવ્યા છે. નરોડા વિસ્તારમાં આવેલી આ…
ADVERTISEMENT
Ahmedabad News: અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી ફોર્ચ્યુન કન્સ્ટ્રક્શન સાઈટ પર એક મોટી દૂર્ઘટના ઘટી છે. જેમાં ત્રણ વ્યક્તિએ જીવ ગુમાવ્યા છે. નરોડા વિસ્તારમાં આવેલી આ કન્સ્ટ્રક્શન સાઈટ પર ચાલી રહેલા કામ દરમિયાન ત્રણ શ્રમિકો માટી ધસી પડતા દટાઈ ગયા હતા. આ ઘટનાને કારણે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Amreli News: બે સિંહણોએ બાળકીને ફાડી ખાધી, વન વિભાગે પુરી પાંજરે
ગુંગળાઈ ગયાતા શ્રમિકો
અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી કન્સ્ટ્રક્શન સાઈટ પર માટી ધસી પડતા 1 મહિલા સહિત 3 મજુરોના મોત થઈ ગયા છે. નરોડા વિસ્તારમાં આવેલી ફોર્ચ્યુન એમ્પાયર બાંધકામની સાઈટ પર આ ઘટના ઘટી હતી. ત્રણેય શ્રમિકોના મૃત્યુ થતા તેમની લાશને પોસ્ટ મોર્ટમ માટે ખસેડાઈ હતી. આ ત્રણેય રાજસ્થાનના ડુંગરપુરના રહેવાસી હતા. તેઓ અહીં મજુરી કામ માટે આવ્યા હતા.
ઘટનાને પગલે ભારે દોડાદોડ મચી ગઈ હતી. અન્ય મજુરો તુરંત તેમને બચાવવા દોડી ગયા છે. જોકે ત્રણ શખ્સો માટી નીચે ગુંગળાઈ જવાને કારણે મૃત્યુ પામ્યા હતા. બનાવને પગલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT