Ahmedabad News: AMTSની બ્રેક ફેઈલ થતા 3 વાહનોને ટક્કર, મહિલાનું કરુણ મોત
Ahmedabad News: અમદાવાદમાં વર્ષોથી ટ્રાન્સપોર્ટ સેવા આપતી AMTS બસ અને BRTS બસના ચાલકો દ્વારા બેફામ રીતે હંકારીને લોકોને અડફેટે લેવાની ઘણી ઘટનાઓ બની છે. જોકે…
ADVERTISEMENT
Ahmedabad News: અમદાવાદમાં વર્ષોથી ટ્રાન્સપોર્ટ સેવા આપતી AMTS બસ અને BRTS બસના ચાલકો દ્વારા બેફામ રીતે હંકારીને લોકોને અડફેટે લેવાની ઘણી ઘટનાઓ બની છે. જોકે અમદાવાદના જુહાપુરામાં કાંઈક જુદી જ ઘટના બની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અહીં એક બસની બ્રેક ફેલ થતા 3 વાહનોને અડફેટે લઈ લીધા હતા. અકસ્માતમાં એક મહિલાનું કરુણ મોત થયું હતું. બનાવને પગલે અહીં સ્થાનીકોના ટોળા ઉમટી પડ્યા હતા.
PM Gujarat Visit: અમદાવાદ પહોંચ્યા PM, ભાજપ નેતાઓ સાથે રોડશો- Video
લોકોમાં જોવા મળ્યો ગુસ્સો
અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં AMTS બસ દ્વારા 3 વાહનોને અડફેટે લઈ લેવામાં આવ્યાની ઘટના બની હતી. અગાઉ પણ નરોડા વિસ્તારમાં AMTS બસે અકસ્માત કર્યો હતો. AMTS બસના અકસ્માતોમાં અહીં ચોંકાવનારી બાબત એ સામે આવી હતી કે બસની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. મીડિયા રિપોર્ટસ અનુસાર બસની બ્રેક ફેઈલ થઈ જતા તેને કાબુમાં કરી શકાઈ ન્હોતી અને તેના કારણે અન્ય વાહનો સાથે અકસ્માત થયો હતો. ઘટનામાં એક મહિલાને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. બ્રેક ફેઈલ થઈ જતા AMTS બસની ફિટનેસને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. AMTS બસની યોગ્ય સમયે ફિટનેસ ચેક થતી નથી? AMTSનું સમયસર રિપેરિંગ થતું નથી? આ અકસ્માતને લઈને લોકોમાં પણ ગુસ્સો જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT