Mumbai-Ahmedabad બુલેટ ટ્રેન પર મોટી અપડેટ, પ્રોજેક્ટ માટે જમીન સંપાદનું કામ 100% પૂર્ણ, ક્યારે પૂરો થશે પ્રોજેક્ટ?
Ahmedabad News: નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) એ સોમવારે જણાવ્યું હતું કે, તેણે ગુજરાત, મહારાષ્ટ્ર અને દાદરા અને નગર હવેલીમાં મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર…
ADVERTISEMENT
Ahmedabad News: નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) એ સોમવારે જણાવ્યું હતું કે, તેણે ગુજરાત, મહારાષ્ટ્ર અને દાદરા અને નગર હવેલીમાં મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર માટે જમીન સંપાદનનું 100 ટકા કામ પૂર્ણ કરી લીધું છે. મુંબઈ-અમદાવાદ રેલ કોરિડોરને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ‘X’ પર જમીન સંપાદન વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે, પ્રોજેક્ટ માટે જરૂરી 1389.49 હેક્ટર જમીન સંપાદિત કરવામાં આવી છે. મુંબઈ-અમદાવાદ વચ્ચે હાઈસ્પીડ રેલ લાઈન બનાવવામાં આવી રહી છે.
120 કિમીના ગર્ડર નાખવામાં આવ્યા
NHSRCLએ જણાવ્યું હતું કે, પ્રોજેક્ટ માટેના તમામ કોન્ટ્રાક્ટ ગુજરાત અને મહારાષ્ટ્રને આપવામાં આવ્યા હતા જ્યારે 120.4 કિમીના ગર્ડર નાખવામાં આવ્યા છે અને 271 કિમીના થાંભલાઓ લગાવવામાં આવ્યા છે. MHRC કોરિડોર ટ્રેક સિસ્ટમ માટે જાપાનીઝ શિંકનસેનમાં ઉપયોગમાં લેવાતા રિઇનફોર્સ્ડ કોંક્રીટ (RC) ટ્રેક બેડ નાખવાનું કામ પણ સુરત અને આણંદમાં શરૂ થયું છે. ભારતમાં પહેલીવાર જે-સ્લેબ બેલાસ્ટલેસ ટ્રેક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
#BulletTrainProject
Land acquisition -100%
Pier Casting – 268.5 Km
Girder Launching -120.4 Km pic.twitter.com/jiVwiDegrv— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) January 8, 2024
ADVERTISEMENT
પ્રથમ પર્વત ટનલનું બાંધકામ પૂર્ણ
NHSRCL એ જણાવ્યું કે માત્ર 10 મહિનામાં ગુજરાતના વલસાડ જિલ્લાના જરોલી ગામ પાસે 12.6 મીટર વ્યાસ અને 350 મીટર લંબાઈની પ્રથમ ‘પર્વત ટનલ’નું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. ગુજરાતના સુરત જિલ્લામાં નેશનલ હાઈવે પર 70 મીટર લાંબો અને 673 મેટ્રિક ટન વજન ધરાવતો પ્રથમ સ્ટીલ બ્રિજ બનાવવામાં આવ્યો છે. તેમજ આવા 28 માંથી 16 પુલનું બાંધકામ વિવિધ તબક્કામાં છે.
6 નદીઓ પર પુલનું બાંધકામ પૂર્ણ
MAHSR કોરિડોર પરની 24 નદીઓમાંથી છ નદીઓ પર પુલનું બાંધકામ પૂર્ણ થયું છે, જેમાં પાર (વલસાડ), પૂર્ણા (નવસારી), મીંધોલા (નવસારી), અંબિકા (નવસારી), ઔરંગા (વલસાડ) અને વેંગનિયા (નવસારી)નો સમાવેશ થાય છે. પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે નર્મદા, તાપી, મહી અને સાબરમતી નદીઓ પર કામ ચાલી રહ્યું છે.
ADVERTISEMENT
ક્યાં સુધીમાં શરૂ થશે બુલેટ ટ્રેનનો પ્રથમ તબક્કો?
રૂ1.10 લાખ કરોડનો પ્રોજેક્ટ 2022 સુધીમાં પૂર્ણ થવાની ધારણા હતી. પરંતુ જમીન સંપાદન સંબંધિત અનેક અવરોધોનો સામનો કરવો પડ્યો હતો. સરકાર 2026 સુધીમાં દક્ષિણ ગુજરાતમાં સુરત અને બીલીમોરા વચ્ચે બુલેટ ટ્રેનનો પ્રથમ તબક્કો શરૂ કરવાનું લક્ષ્ય રાખ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT