અમદાવાદમાં ઈન્ટિરિયર ડિઝાઈનર ફસાયો હનીટ્રેપમાં, FB ફ્રેન્ડે ન્યૂડ વીડિયો કોલ કરીને 1 લાખ પડાવ્યા
અમદાવાદ: રાજ્યમભર હની ટ્રેપના કિસ્સાઓમાં સતત વધી રહ્યા છે. અમદાવાદમાં હવે ઈન્ટિરિયલ ડિઝાઈર હની ટ્રેપમાં ફસાઈને 1 લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે બ્લેક…
ADVERTISEMENT
અમદાવાદ: રાજ્યમભર હની ટ્રેપના કિસ્સાઓમાં સતત વધી રહ્યા છે. અમદાવાદમાં હવે ઈન્ટિરિયલ ડિઝાઈર હની ટ્રેપમાં ફસાઈને 1 લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે બ્લેક મેઈલિંગ કરીને ધમકી આપી પૈસા પડાવનારી યુવતી વિરુદ્ધ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. છેતરપિંડી માટે યુવતીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકની મદદ લીધી હતી.
FBમાં અજાણી યુવતીની રિક્વેસ્ટ આવી અને ફસાયો
વિગતો મુજબ, શીલજમાં રહેતા ઈન્ટિરિયર ડિઝાઈનરને ફેસબુક પર પાયલ શર્મા નામની અજાણી યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. ડિઝાઈનરે રિક્વેસ્ટ સ્વીકારી અને બાદમાં બંને વચ્ચે મેસેન્જરમાં વાતચીત થવા લાગી. બંને વચ્ચે વિશ્વાસ કેળવાતા બાદમાં નંબરની આપલે કરી અને વોટ્સએપ પર અવારનવાર વાતો કરતા હતા. એક દિવસે પાયલે રાત્રે યુવકને વીડિયો કોલ કર્યો. બંને વચ્ચેના ન્યૂડ વીડિયો કોલ પૂરો થતા જ યુવતીએ તેનો રંગ બતાવી દીધો.
ન્યૂડ વીડિયો કોલ કરીને પૈસા પડાવ્યા
પાયલે બંનેની વાતચીતને રેકોર્ડ કરીને થોડીવારમાં યુવકને વોટ્સએપ પર વીડિયો મોકલ્યા. બાદમાં આ વીડિયો વાઈરલ કરવાની ધમકી આપીને યુવક પાસેથી 1 લાખ 8 હજાર ટ્રાન્સફર કરાવી દીધા. બાદમાં અન્ય લોકોએ પણ યુવકને ફોન કર્યો અને વીડિયો વાઈરલ કરવાની ધમકી આપીને વધારે પૈસાની માગણી કરી. આથી યુવકે કંટાળીને બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT