અમદાવાદમાં GFના પરિવારના ત્રાસથી પ્રેમીનો આપઘાત, વીડિયો બનાવી કહ્યું, આ લોકોને ઉંમરકેદ થવી જોઈએ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: શહેરમાં પ્રેમિકાના પરિજનોના ત્રાસના કારણે યુવકે કેનાલમાં કૂદીને આપઘાત કરી લીધાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. યુવકે આપઘાત પહેલા એક વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં તેણે પ્રેમિકાના પરિવારજનાનો ગણી ગણીને નામ આપ્યા હતા. ત્યારે હવે યુવકનો વીડિયો સામે આવતા પોલીસે ચાર લોકો સામે આપઘાતના દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધી છે.

અડાલજ કેનાલમાં કૂદી પ્રેમીનો આપઘાત
ઘટનાની વિગતો મુજબ, અમદાવાદના રામદેવપીર ટેકરા વિસ્તારમાં રહેતો પ્રકાશ થોડા દિવસ પહેલા રીક્ષા લઈને અડાલજ કેનાલ પાસે ગયો હતો. અહીં તેણે કેનાલ પાસે રીક્ષા પાર્ક કરી અને બાદમાં કેનાલમાં કુદી ગયો હતો. જોકે રાત સુધી પ્રકાશ ઘરે ન આવતા પરિજનોએ તેની શોધખોળ આદરી હતી એવામાં તેમને કેનાલ પાસેથી રીક્ષા પાર્ક કરેલી મળી હતી, જેમાં મોબાઈલ ફોન અને થોડા પૈસા હતા. પોલીસે કલાકોની મહેનત બાદ કેનાલમાંથી પ્રકાશનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.

પ્રેમિકાના પરિજનોનો પર કર્યા આક્ષેપ
જે બાદ પ્રકાશના શબને પોસ્ટ મોર્ટમ માટે મોકલાયો હતો. આ બાદ પરિવારજનોએ પ્રકાશનો મોબાઈલ ચાર્જ કર્યો અને ચાલુ કરતા અંદરથી એક વીડિયો તેમને મળી આવ્યો હતો. વીડિયોમાં પ્રકાશ જેને પ્રેમ કરતો હતો તે યુવતીનું નામ બોલી રહ્યો હતો અને આગળ કહ્યું કે, યુવતીના પરિવારજનો તેને સતત ધમકાવતા હતા અને તેની સાથે વાત નહોતા કરવા દેતા જેના કારણે તે ડિપ્રેશનમાં રહેતો હતો. આ લોકોને ફાંસી નહીં તો ઉંમર કેદની સજા થવી જોઈએ ગુજરાત પોલીસને મારી એટલી જ અપીલ છે. વીડિયોમાં તેણે પ્રેમિકાના પરિવારજનોના કારણે જ આપઘાત કર્યો હોવાનું જણાવ્યું હતું. જે બાદ પોલીસે વીડિયો પરથી પ્રકાશના આપઘાત માટે જવાબદાર ચાર વ્યક્તિ વિરુદ્ધ દુષ્પેરણાનો ગુનો નોંધ્યો છે.

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT