અમદાવાદઃ માધુપુરા સટ્ટાકાડમાં SMCના હાથે લાગ્યો આ શખ્સ, જાણો શું હતો રોલ

ADVERTISEMENT

અમદાવાદઃ માધુપુરા સટ્ટાકાડમાં SMCના હાથે લાગ્યો આ શખ્સ, જાણો શું હતો રોલ
અમદાવાદઃ માધુપુરા સટ્ટાકાડમાં SMCના હાથે લાગ્યો આ શખ્સ, જાણો શું હતો રોલ
social share
google news

અમદાવાદઃ અમદાવાદના માધુપુરા વિસ્તારમાંથી ઝડપાયેલા ક્રિકેટના 1800થી 2000 કરોડના સટ્ટાકાંડમાં સ્ટેટ મોનેટરિંગ સેલને મોટી સફળતા હાથ લાગી છે. અત્યાર સુધી એસએમસીને જે તે સમયે સ્થળ પરથી 5 આરોપીઓને પકડવામાં સફળતા મળી હતી પરંતુ હજુ આ ક્રિકેટ સટ્ટાકાંડમાં બીજા ઘણા આરોપીઓ કે જે મોટા માથાઓ છે તેમને પકડવાના બાકી છે. હાલમાં પોલીસે આ ક્રિકેટ સટ્ટાકાંડમાં ઉત્તરાખંડથી એક શખ્સને પકડી પાડ્યો છે. હવે પોલીસ તેના રિમાન્ડ માગી વધુ કાર્યવાહી હાથ ધરવાની છે.

પોલીસ સામે પણ કાર્યવાહીની લટકતી તલવાર
અમદાવાદના માધુપુરા ખાતેથી પકડાયેલું અબજોના ક્રિકેટ સટ્ટાકાંડમાં હાલમાં જ પીસીબીના પીઆઈ તરલ ભટ્ટ સહિત 5 પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. તલપ ભટ્ટ સહિતના આ પોલીસ કર્મચારીઓની બદલી કર્યા પછી તપાસ દરમિાયન તેમની સામે પણ જે કોઈ આરોપ સામે આવે છે તો કાર્યવાહી થશે તેવો ઘાટ ઘડાયો છે. આરોપીઓને છાવરવાના મામલે પોલીસ પર જ પોલીસે સકંજો કસ્યો છે. જેમાં તત્કાલીન પીસીબીના પોલીસ ઈન્સપેક્ટર તરલ ભટ્ટ, આઈ.બીના પીઆઈ એચ.બી.બાલિયા સહિત પીસીબીના તત્કાલીન કોન્સ્ટેબલ તુષારદાન, અનિરુદ્ધસિંહ, નૌશાદ અને હિંમતસિંહ સામે તપાસની તલવાર લટકી રહી છે. એસએમસી દ્વારા આ મામલામાં કુલ 18 આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે. જેમાંથી જે તે સમયે કાર્યવાહી દરમિયાન 5 આરોપીઓ પકડાઈ ગયા હતા. એસએમસી દ્વારા આ કેસમાં હાલ ઉત્તરાખંડની એક હોટલમાંથી નીલેશ રામી નામના શખ્સની ધરપકડ કરી છે. જોકે હજુ પણ મુખ્ય આરોપી હર્ષિલ જૈન સહિતના 12 આરોપીઓ ફરાર છે.

ઈમરાન ખાનને અલ કાદિર કેસમાં ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી રાહત મળી, બે અઠવાડિયા માટે મળ્યા જામીન

આ શખ્સનો શું હતો રોલ
ઝડપાયેલા આ શખ્સ અંગે વિગતો આપતા સ્ટેટ મોનેટરિંગ સેલના નાયબ પોલીસ નિદેશક કે ટી કામરિયાએ કહ્યું કે, માધુપુરા પોલીસ મથકે ગત 26મીએ ગુનો નોંધાયો હતો. 1800થી 2000 કરોડના ક્રિકેટ સટ્ટા બેટિંગનો ગુનો નોંધાયો હતો. જે ગુનામાં જે તે સમયે 5 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલને તપાસ સોંપવામાં આવી હતી. તે પછી હવે ઉત્તરાખંડની એક હોટલમાં નીલેશ રામી નામનો શખ્સ હોવાની વિગતો સાથે કાર્યવાહી કરતા તેને પકડી પાડવામાં આવ્યો છે અને આ કેસમાં તેની ધરપકડ કરાઈ છે. રામીએ મુખ્ય સટ્ટા અને ડબ્બા ટ્રેડિંગના આઈડી પુરા પાડ્યા હતા. તે મુખ્ય બુકી તરીકેના હર્ષિલ જૈન સહિતના આરોપીઓ સાથે પૈસાના હવાલા કરવાનો રોલ નિભાવતો હોવાનું જાણવા મળ્યું છે. આ કેસમાં તપાસ ચાલુ છે અને વધુ વિગતો પણ કાર્યવાહી દરમિયાન સામે આવશે.

ADVERTISEMENT

(ઈનપુટઃ ગોપી ઘાંઘર, અમદાવાદ)

    follow whatsapp

    ADVERTISEMENT