અમદાવાદઃ કોતરપુર વોટર વર્ક્સમાં મળ્યા માનવ અંગો, પોલીસને કરાઈ જાણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ અમદાવાદ કોતરપુર વોટર વર્ક્સમાંથી માનવ અંગો મળી આવ્યાની ઘટના બની હોવાની માહિતી મળી રહી છે. આ ઘટનાને લઈને હાલ એવો અંદાજ લગાવાઈ રહ્યો છે કે કેનાલના પાણીમાં કોઈ લાશ હશે જેના અંગો અહીં સુધી આવી પહોંચ્યા હોય. હાલ પાણીની કામગીરી અટકાવીને સરદારનગર પોલીસને આ અંગે તંત્ર દ્વારા જાણ કરવામાં આવી છે. હવે પોલીસ આગામી સમયમાં વધુ તાપસ હાથ ધરીને આ અંગો કોના છે અને શું ઘટના બની છે તે સહિતની માહિતી એકત્ર કરશે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના કોતરપુર વિસ્તારમાં આવેલા કોર્પોરેશનના વોટર વર્ક્સ પર માનવ અંગો મળી આવ્યા છે. તંત્ર દ્વારા આ અંગેની જાણ સરદારનગર પોલીસને કરવામાં આવી છે. હાલ પ્રારંભીક ધોરણે એવો અંદાજ લગાવાઈ રહ્યો છે કે કેનાલમાં કોઈ લાશ હોઈ શકે છે જેના અંગો છૂટા પડ્યા પછી અહીં સુધી પાણીના વહેણ સાથે આવી ગયા હોય. જોકે તેની સત્તાવાર પુષ્ટી થઈ રહી નથી. પોલીસ હાલ તે ઉપરાંત વધુ દિશાઓમાં પણ તપાસ કરી રહી છે.

કેનાલમાં મળી આવેલા મૃતદેહના અંગો છૂટા પડીને વોટરવર્કસમાં પહોંચી ગયા હોવાનું મનવામાં આવી રહ્યું છે. હાલમાં પાણી પુરવઠો અટકાવી દેવાયો છે અને પોલીસને જાણ કરવામાં આવી છે. જે પછી 15 એમએલડી પાણી ખાલી કરવામાં આવ્યું અને થોડા સમયમાં નવા પાણીનો પુરવઠો પુરો પાડવામાં આવશે. માનવ અંગો મળ્યા પછી પાણી ખાલી કરવાની ફરજ પડી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT