અમદાવાદના ઈસ્કોન બ્રિજ પરના અકસ્માતનો LIVE વીડિયો, રોડ પર ઊભેલા લોકોને કાર હવામાં ફંગોળતી નીકળી ગઈ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: શહેરના ઈસ્કોન બ્રિજ પર બનેલી અકસ્માતની ભયાનક ઘટનાના દ્રશ્યો લોકોની નજર સામેથી હટી રહ્યા નથી. મોડી રાત્રે ટ્રક અને કાર વચ્ચે હાઈવે પર થયેલા અકસ્માતમાં મદદ કરવા માટે ભેગા થયેલા લોકો પર પૂરપાટ ઝડપે આવતી કાર ફરી વળી હતી. આ અકસ્માતની ઘટનાનો ધ્રુજાવી નાખતો વીડિયો હવે સામે આવ્યો છે. જેમાં રાત્રે બ્રિજ પર કેટલાક લોકોનું ટોળું અકસ્માત સ્થળે ઊભું છે, આ સમયે જ અચાનક ત્યાં કાર આવી જાય છે અને ટોળાને અડફેટે લેતી નીકળી જાય છે.

અકસ્માત સમયે ઈસ્કોન બ્રિજ પરથી નીકળતા એક બાઈકરના કેમેરામાં આ ઘટના કેદ થઈ ગઈ હતી, જે હવે સામે આવી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, કાળા રંગની થાર કાર અને ટ્રકનો અકસ્માત થયો છે. જેથી પોલીસ સાથે કેટલાક લોકો પણ ત્યાં ઊભેલા છે, એવામાં પાછળથી સફેદ રંગની જગુઆર કાર પૂરપાટ ઝડપે ત્યાંથી નીકળે છે અને રમકડાની જેમ લોકોને અડફેટે લઈને હવામાં ફંગોળતા નીકળી જાય છે.

ADVERTISEMENT

મૃતકોના નામ

  • રોનક વિહલપરા, ઉંમર 23 વર્ષ, બોટાદ
  • અરમાન વઢવાણીયા, ઉંમર 21 વર્ષ, સુરેન્દ્રનગર
  • અક્ષર પટેલ, ઉંમર 21 વર્ષ, બોટાદ
  • કૃણાલ કોડિયા, ઉંમર 23 વર્ષ, બોટાદ
  • ધર્મેન્દ્રસિંહ પરમાર, ઉંમર 40 વર્ષ, પોલીસ કોન્સ્ટેબલ
  • નિલેશ ખટીક, ઉંમર 38 વર્ષ, બોડકદેવ હોમગાર્ડ
  • અમનભાઈ કચ્છી, ઉંમર 25 વર્ષ, સુરેન્દ્રનગર
  • નિરવભાઈ રામાનુજ, ઉંમર 22 વર્ષ, ચાંદલોડિયા
  • અન્ય એક વ્યક્તિની ઓળખ થઈ શકી નથી

મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને ઘટના પર કહ્યું કે, અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગત રાત્રે થયેલ અકસ્માત ખૂબ દુઃખદ છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય કરશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT