અમદાવાદની યુવતીની કમાલ! ખરતા વાળ અને ડેન્ડ્રફની સમસ્યાથી છૂટકારા માટે શોધ્યો LED કાંસકો

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: આજના ભાગદોડ ભર્યા જીવનમાં જંકફૂડ અને લાઈફસ્ટાઈલના કારણે નાની ઉંમરમાં જ યુવાઓમાં વાળ ખરવાની સમસ્યાઓ સામે આવી રહી છે. જેને અટકાવવા માટે તેઓ જાતજાતના નુસ્ખા અને બ્યુટી પ્રોડક્ટ્સ પર ખર્ચાઓ કરતા હોય છે. ત્યારે અમદાવાદની એક યુવતીએ ડેન્ડ્રફ અને ખરતા વાળની સમસ્યા દૂર કરતો એક ખાસ LED કાંસકો તૈયાર કર્યો છે.

અમદાવાદની યુવતીએ વાળ ખરવાની સમસ્યાનો ઉપાય શોધ્યો
મૂળ ભાવનગરની અને હાલમાં અમદાવાદ રહેતી તનીષા લાખાણી નામની યુવતીએ અલગ અલગ બ્યુટી પ્રોડક્ટ કંપનીમાં નોકરી કરી. પરંતુ તેને કંઈક પોતાનું કરવું હતું, આથી 2021માં તેણે નાની કંપની શરૂ કરી જેમાં સ્કીન અને હેલ્થકેર પ્રોડક્ટ રાખતી હતી. દરમિયાન તનીષાને લોકો હેરફોલ પાછળ લાખો રૂપિયાનો ખર્ચો કરતા હોવાનું ધ્યાને આવ્યું. આથી તેણે તેનો ઉપાય શોધવાનું વિચાર્યું અને LED કાંસકાની શોધ કરી. આ LED કાંસકો ખરતા વાળની સમસ્યા 67 ટકા સુધી દૂર થાય છે સાથે જ વાળમાંથી ડેન્ડ્રફ પણ દૂર કરે છે અને વાળનો ગ્રોથ 98 ટકા સુધી વધારે છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

LED કાંસકાની શુ છે ખાસિયત?
ખાસ વાત એ છે કે, તનીષાએ રિસર્ચ કરીને બનાવેલો આ કાંસકો સર્ટિફાઈડ છે. તેમાં લાલ અને વાદળી રંગની લાઈટ રાખવામાં આવી છે. જે બંને અલગ અલગ કામ કરે છે. ઉપરાંત કાંસકામાં વાઈબ્રેટર પણ છે જેનો ઉપયોગ મસાજ માટે કરી શકાય છે. જેનાથી સ્કેલ્પનું બ્લડ સર્ક્યુલેશન વધે છે. કાંસકામાં રહેલી લાલ લાઈટ વાળને મજબૂત કરે છે અને વાદળી લાઈટ ડેન્ડ્રફને દૂર કરે છે.

કેટલી છે કાંસકાની કિંમત?
તનીષાએ બનાવેલા આ ખાસ LED કાંસકાની કિંમત રૂ.3000 આસપાસ રાખવામાં આવી છે. જે 67 ટકા વાળ ખરવાની સમસ્યા દૂર કરવાની સાથે હેર ગ્રોથને 98 ટકા વધારે છે. આ કાંસકાને ક્લિનિકલ ટેસ્ટ કરવામાં આવ્યો છે અને તેના ISO તથા BIS સર્ટિફિકેટ મેળવાયા છે. તેની સાથે સિરમ પણ આવે છે. બંનેના ઉપયોગથી આઠ અઠવાડિયામાં જ શ્રેષ્ઠ પરિણામ મળે છે. આ કાંસકો હાલમાં ઓનલાઈન ઈ-કોમર્સ પ્લેટફોર્મ પરથી ખરી શકાય છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT