Government Job ની લાલચમાં તમે આવું ન કરતા, અમદાવાદી યુવતી સાથે જે બન્યું તે જાણીને હચમચી જશો
અમદાવાદની યુવતી સાથે નોકરીના નામે છેતરપિંડી ગઠિયાએ સરકારી નોકરીની લાલચ આપી પડાવ્યા રૂપિયા ક્રાઈમ બ્રાન્ચે યુવતીની ફરિયાદ આધારે શરૂ કરી તપાસ Ahmedabad News: સ્વાસ્થ્ય ગ્રામીણ…
ADVERTISEMENT
- અમદાવાદની યુવતી સાથે નોકરીના નામે છેતરપિંડી
- ગઠિયાએ સરકારી નોકરીની લાલચ આપી પડાવ્યા રૂપિયા
- ક્રાઈમ બ્રાન્ચે યુવતીની ફરિયાદ આધારે શરૂ કરી તપાસ
Ahmedabad News: સ્વાસ્થ્ય ગ્રામીણ કલ્યાણ સંસ્થાના વિકાસ અધિકારી તરીકે નોકરી આપવાનું કહીને ગઠિયાએ અમદાવાદની યુવતી સાથે છેતરપિંડી આચરતા ખળભળાટ મચી ગયો છે. હાલ યુવતીની ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે.
ઈન્સ્ટાગ્રામ પર આવી હતી જાહેરાત
પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના માધવપુરા વિસ્તારમાં આવેલા શ્રી શિવશક્તિનગરમાં રહેતી પૂજા (નામ બદલ્યું છે)ના ઈન્સ્ટાગ્રામ પર દિલ્હીથી સ્વાસ્થ્ય ગ્રામીણ કલ્યાણ સંસ્થા નામની એક જાહેરાત આવી હતી. આ જાહેરાતમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ અધિકારી, કાર્યકર્તા અને સહાયકની ભરતી કરવાનું જણાવવામાં આવ્યું હતું. જેથી MA B.ed સુધીનો અભ્યાસ કરેલ પૂજાએ સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ અધિકારીની પોસ્ટ માટે ફોર્મ ભર્યું હતું.
ફોર્મ ભર્યા બાદ ફી ભરવાનું કહેવાયું
ફોર્મ ભર્યા બાદ પૂજાના ફોન પર એક મેસેજ આવ્યો હતો અને જેમાં વોટ્સએપ પર ડોક્યુમેન્ટ, પાર્સપોર્ટ સાઈઝનો ફોટો મોકલવા જણાવવામાં આવ્યું હતું. સાથે જ 2750 રૂપિયા ફી ભરવા પણ કહ્યું હતું. જેથી યુવતીએ ફી ગૂગલ પેથી ભરી દીધી હતી અને ડોક્યુમેન્ટ પણ મોકલી આપ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT