વિદેશ જવાની ઘેલછામાં અમદાવાદનો વધુ એક પરિવાર ફસાયો, ઈન્ડોનેશિયામાં બંધક બનાવી 10 લાખ માગ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: તાજેતરમાં જ અમેરિકા જવાની ઘેલછામાં અમદાવાદના દંપતીનું ઈરાનમાં અપહરણ કરીને એજન્ટ દ્વારા ખંડણી માગવામાં આવી હતી. આ ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં શહેરમાં વધુ એક પરિવાર એજન્ટના ફ્રોડનો ભોગ બન્યું છે. જાપાનમાં વર્ક વિઝાની લાલચમાં શહેરના એક પરિવારને એજન્ટો દ્વારા ઈન્ડોનિશિયામાં ગોંધી રાખીને રૂ.10 લાખની ખંડણી માગવામાં આવી હતી. જોકે પરિવાર અપહરકર્તાઓના ચુંગાલમાંથી ભાગવામાં સફળ રહ્યો અને ભારતીય એમ્બેસીનો સંપર્ક કરીને મદદ મળ્યા બાદ અમદાવાદ પરત ફર્યો હતો.

ચાંદખેડાના એજન્ટે મહિને 2.5 લાખની નોકરીનું સપનું બતાવ્યું
વિગતો મુજબ, શાહીબાગમાં રહેતા નેપાળસિંહ ઓટોમોબાઈલ સ્પેરપાર્ટ્સનો બિઝનેસ કરે છે. નેપાળસિંહના સંપર્કમાં ચાંદખેડાનો રાજેન્દ્ર ચાવડા આવ્યો. જેણે નેપાળસિંહને જાપાનમાં સારી નોકરી છે તેવી લાલચ આવી હતી. ધો.8 પાસ નેપાળસિંહને રાજેન્દ્રએ જાપાનમાં મહિને 2.5 લાખની નોકરી મળી જાય તેવું સપનું બતાવ્યું હતું. થોડા દિવસ બાદ નેપાળસિંહે રાજેન્દ્રને જાપાનમાં વર્ક પરમિટ વિઝા અંગે વાત કરી. ત્યારે રાજેન્દ્રએ 25 લાખ રૂપિયામાં વિઝા આવી જશે એમ જણાવ્યું.

ચાર વ્યક્તિ માટે એજન્ટને 25 લાખ આપ્યા
રાજેન્દ્રએ કહ્યું, સીધા જાપાન જઈ શકાશે નહીં, પહેલા થાઈલેન્ડ વાયા ઈન્ડોનેશિયા થઈને જાપાન જવું પડશે. આથી નેપાળસિંહ પોતાની પત્ની તથા દીકરો અને સંબંધી પ્રેમસિંહ એમ ચારેય વ્યક્તિના 25 લાખ રૂપિયા આપ્યા. બાદમાં રાજેન્દ્ર ચારેયને થાઈલેન્ડ લઈ ગયો, જ્યાં 3 દિવસ સુધી રોકાયા બાદ તમામ ઈન્ડોનેશિયા ગયા.

ADVERTISEMENT

માનવ તસ્કરી ગેંગે પરિવારને બંધક બનાવ્યો
અહીં જકાર્તામાં રાજેન્દ્રએ માનવ તસ્કરી ગેંગને ચારેય લોકોને સોંપી દીધા અને જતો રહ્યો. બાદમાં ગેંગે તેમને એક રૂમમાં બંધક બનાવી દીધા અને છૂટવું હોય તો 10 લાખ રૂપિયાની માગણી કરી. જોકે પરિવાર જેમ તેમ કરીને ત્યાંથી ભાગવામાં સફળ રહ્યો અને ભારતીય એમ્બેસીનો સંપર્ક કર્યો, જે બાદ માંડ અમદાવાદ પરત આવ્યો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT