વાહ કેટલું સરસઃ નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પર મહેનત કરે છે અમદાવાદની આ શાળા…

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ હોશિયાર, ધનીક બાળકો પર તો કામ કરનારા હજારો જોયા હશે, તેમની સફળતાના શ્રેય પણ લેતા ઘણા જોયા હશે પરંતુ નાપાસ થયેલા, ભણવામાં ઓછો રસ ધરાવતા કે ગરીબ વર્ગના બાળકો માટે પણ મહેનત કરી તેમને કાબેલ બનાવનારા જવલ્લે જ જોવા મળતા હોય છે. આવા જ પ્રયાસો અમદાવાદની એક શાળા કરી રહી છે જેના અંગે જાણીને આપ જરૂરથી તેને સલામ કરી દેશો. કારણ કે જ્યાં હાલના સમયમાં બોર્ડની પરીક્ષાઓના પરિણામો આવી ગયા છે અને નાપાસ થવા પર જ્યાં તેમને વઢવામાં આવે છે, ઘણા અયોગ્ય રસ્તાઓ પર જતા રહે છે ત્યાં શાળાના આ પ્રયાસો એક ઉજાસની દિશામાં આગળ વધી રહ્યા છે.

પૂરક પરીક્ષા છે આશાનું કિરણ
હાલમાં જ બોર્ડની પરીક્ષા પુરી થઈ, ધોરણ 10 અને 12ના પરિણામો આવી ગયા છે. કોઈ બાળકો નાપાસ થયા છે તો તેમના માટે હવે જુલાઈ મહિનામાં પૂરક પરીક્ષા યોજાવાની છે. દરમિયાનમાં અમદાવાદની એચ બી કાપડિયા સ્કૂલ 50 એવા વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષામાં સફળતા મળે તે માટે મહેનત કરી રહી છે. શાળા વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષામાં સારા પરિણામ માટે શાળામાં અભ્યાસ કરવા, તૈયારી કરવા માટે બોલાવે છે. છેલ્લા ત્રણ વર્ષમાં પૂરક પરીક્ષા માટે તૈયાર કરેલા 81 વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે અને આ વખતે નવી બેચ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, સ્કૂલનું પરિણામ 100 ટકા આવતું હતું પણ કોરોના પછી વિદ્યાર્થીઓના અભ્યાસથી લઈ બીજી ઘણી અસરો જોવા મળી જેના પછી સ્કૂલ દ્વારા નાપાસ થયેલા સ્ટૂડન્ટ્સનો ડેટા કલેક્ટ કરવામાં આવ્યો હતો. જે પ્રમાણે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો સંપર્ક કરી તેઓ નાપાસ હોય તે વિષય માટે અલગથી બેચ શરૂ કરીને તેમને અભ્યાસ કરાવાય છે.

‘ગદર 2’ ફિલ્મ વિવાદના વંટોળમાં ફસાઈ, થઈ શકે છે કાનૂની કાર્યવાહી

શાળાના આચાર્ય સુરેશભાઈ કહે છે કે, અમારી શાળાના નિષ્ણાંત શિક્ષકો નાપાસ વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષામાં સારા પરિણામ માટે તૈયારી કરાવે છે. હાલ પરીક્ષા નજીક છે, સમય ઓછો છે અને તે વિષયના જે મહત્વના ચેપ્ટર્સ હોય અને જેમાં વધુ માર્ક્સ લાવી શકાય તેવા પરિણામ લક્ષી ચેપ્ટર્સની વધારે તૈયારીઓ કરાવીએ છીએ. 2020માં અમે આ પ્રયોગની શરૂઆત કરી અને પછી તેમાં સફળતા મળતા હવે અમે આ પ્રયત્નો ચાલુ રાખ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT