જયંતિ ભાનુશાળીની હત્યામાં આરોપી સગામાં થતો હોઈ બનાવ્યું ફેક ઈંસ્ટાગ્રામ આઈડી અને શરૂ કરી પજવણી

ADVERTISEMENT

જયંતિ ભાનુશાળી
જયંતિ ભાનુશાળી
social share
google news

અમદાવાદઃ કચ્છ અબડાસાના ભૂતપૂર્વ ધારાસભ્ય અને થોડા જ સમય પહેલા જેની હત્યા થઈ હતી તે જયંતિ ભાનુશાળીના નામનું ફેક સોશ્યલ મીડિયા એકાઉન્ટ બનાવીને એક શખ્સ લોકોની પજવણી કરતો હતો. ઈંસ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવીને આ શખ્સ અન્ય વ્યક્તિઓના ફોટોઝ, ન્યૂઝ, પેપર કટીંગ વગેરે અપલોડ કરતો રહેતો હતો. એટલું જ નહીં મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને જુદા જુગા વ્યક્તિઓને મેસેજ મોકલી પજવણી કરતો હોવાનું પણ મૃતક જયંતિ ભાનુશાળીના પરિવાર સમક્ષ આવ્યું હતું. જેને લઈને તેમણે પોલીસની મદદ માગી હતી. પોલીસે આ શખ્સને ઝડપી પાડ્યો હતો.

સંજય શેરપુરિયાની ગુપ્ત ડાયરીમાં ગુજરાત ભાજપના કયા નેતા અને IAS અધિકારીના નામ

જયંતિ ભાનુશાળીની હત્યા થયા પછી ભારે ચકચાર મચી ગઈ હતી. હવે ફરી જયંતી ભાનુશાળીનું નામ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. જોકે આ વખતે ઘટના કાંઈક જુદી છે. કચ્છની ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો ઓપરેટીવ બેન્ક અંજાર ખાતે પટાવાળા તરીકે નોકરી કરતો રાજેશ મોતીરામ ઠક્કર ધોરણ 10 સુધી ભણેલો છે. અંજારમાં જ રહેતા રાજેશે મૃતક જયંતિ ભાનુશાળીના નામનું ફેક એકાઉન્ટ બનાવ્યું હોવાનું સામે આવ્યું છે. જયંતિ ભાનુશાળીના નામનું સોશ્યલ મીડિયા એકાઉન્ટ બનાવીને અને નંબરનો ઉપયોગ કરીને રાજેશ લોકોને મેસેજ કરીને પજવણી કરતો હતો. ભાનુશાળી પરિવારે આ મામલે પોલીસની મદદ માગી હતી. પોલીસે તેને ઝડપી પાડ્યો છે.

પોલીસ તપાસમાં નીકળી કાંઈક અલગ જ વાત
પોલીસ રાજેશને પકડી લાવી હતી અને તેની પુછપરછ દરમિયયાન તેણે પોલીસને કહ્યું હતું કે, જયંતિ ભાનુશાળીની હત્યા થઈ હતી જેના ગુનાના આરોપીઓ પૈકી એક જયંતિ ઠક્કર તેના સગામાં થાય છે. જેના કારણે જયંતિ ભાનુશાળીના પરિવારજનોને હેરાન પરેશાન કરવા માટે તેણે જયંતિ ભાનુશાળીના નામ, ફોટો, મોબાઈલ નંબર વગેરેનો ઉપયોગ કરીને ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી જુદા જુદા લોકોને મેસેજ કરતો હતો.

ADVERTISEMENT

(ઈનપુટઃ કૌશિક કાંટેચા, કચ્છ)

    follow whatsapp

    ADVERTISEMENT