અમદાવાદઃ આંગડિયાના કર્મચારીને બંદૂક બતાવી 20 લાખ લૂંટી ગયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 20 લાખ ભરેલો થેલો બે શખ્સો લૂંટી ગયાની ઘટના બની છે. સોમવારે સવારે બનેલી આ ઘટનમાં શખ્સો દ્વારા બંદૂકની અણીએ લૂંટ કતરવામાં આવી છે. અહીં સુધી કે હવામાં પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે હવામાં ફાયરિંગ કરતાં જ વિસ્તારમાં ગભરાટનો માહોલ બન્યો હતો. બનાવની જાણ પોલીસને કરાતા પોલીસે તાત્કાલીક ધોરણે તપાસ આરંભી દીધી છે.

સીડીઓમાં જ આતરીને લૂંટ
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલા હીરાબજારના ખોડિયાર ચેમ્બર પાસે આજે સવારે એક ફિલ્મી રીતે લૂંટની ઘટના બની છે. આર અશોક આંગડિયા પેઢીનો કર્મચારી ભદ્રેશ પટેલ પોતાના ઘરેથી પેઢીના 20 લાખ રૂપિયા ભરેલો થોલો લઈને પેઢી પર આવી રહ્યો હતો. દરમિયાન સીડીઓ ચઢી રહ્યો હતો ત્યારે જ બાઈક પર 2 શખ્સો દ્વારા તેને આંતરી લેવામાં આવ્યો અને ભદ્રેશને બંદૂક બતાવી દીધી હતી. તુરંત તેમણે ભદ્રેશ પાસેનો રૂપિયા ભરેલો થેલો આંચકી લીધો અને ત્યાંથી ભાગવા લાગ્યા. જોકે આસપાસ લોકો ભેગા થઈ જતા શખ્સે હવામાં ફાયરિંગ કરી દીધું હતું. ફાયરિંગ થતાં જ ડરને કારણે લોકોમાંથી કોઈ વચ્ચે પડી શક્યું નહીં અને આ બંને લૂંટારુઓ ત્યાંથી ફરાર થવામાં સફળ રહ્યા હતા.

પોલીસની સીસીટીવી તપાસ
બનાવની જાણ આખરે પોલીસને થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો સ્ળ પર દોડી આવ્યો હતો. પોલીસે બાઈક ક્યાંથી આવ્યા હતા અને કઈ તરફ ગયા તેની જાણકારીને આધારે વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદ નોંધીને વપોલીસે વધુ કાર્યવાહી શરૂ કરી દીધી છે અને સીસીટીવી તપાસવામાં આવી રહ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT