રથયાત્રા પહેલા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો એક્સન મોડઃ 50થી વધુ ઘાતક હથિયારો જપ્ત, આરોપીઓ જેલમાં

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ અમદાવાદમાં દર વર્ષે રથયાત્રા યોજાય છે, કોરોનાના સમયમાં તે થઈ શકી ન્હોતી તેને બાદ કરતા દર વર્ષે રથયાત્રા ભારે મેદની સાથે યોજાય છે. આ રથયાત્રાને સુરક્ષિત રાખવાની જવાબદારી પણ ગુજરાત પોલીસની છે. ત્યારે દર વર્ષે આ દરમિયાનમાં પોલીસ તંત્ર ગુંડાતત્વો પર નજર રાખતી હોય છે. આ દરમિયાનના એક્શન પ્લાન પ્રમાણે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પિસ્તોલ, દેશી કટ્ટા સહિતના ઘાતક હથિયારોને જપ્ત કર્યા છે. રથયાત્રા નજીક આવતા ક્રાઈમ બ્રાન્ચે લગભગ 25 કરતા વધારે હથિયાર, 50થી વધારે જીવંત કારતૂસ અને અધધધ સંખ્યામાં ગુંડાતત્વોને પકડીને જેલ ભેગા કર્યા છે.

Biparjoyની તાકાત વધતા દ્વારકાધીશને ચઢાવાઈ 2 ધ્વજાઓ- Videos, કેમ આવું કરાયું?

જુહાપુરાથી પકડાયો શખ્સ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાલમાં રથયાત્રાને ધ્યાનમાં રાખીને હથિયાર કબ્જે કરવાનું અભિયાન ચલાવાયું છે. જે રથયાત્રાના અગાલા દિવસ સુધી ચાલશે. હાલમાં જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જુહાપુરામાં સારણી મેદાન વિસ્તાર પાસેથી એક પિસ્તોલ સાતે યુવકને પકડી પાડ્યો છે. તેની પાસેથી આ ઉપરાંત બે જીવંત કારતૂસ પણ મળી આવ્યા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાતમીને આધારે આ યુવકની ધરપકડ કરી હતી. પોલીસે આમિરમિયાં ઉર્ફે સાનુ અસલમિયાં મલેક (સંકલિતનગર, જુગાપુરા)ને પિસ્તોલ સાથે પકડી પાડ્યો હોવાની વિગતો મળી રહી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT