ગજબનો કિસ્સો! પત્નીએ ભરણપોષણ માંગતા કોર્ટે અપનાવ્યું આકરું વલણ, કહ્યું- 2 મહિનામાં 25 હજાર પતિને ચૂકવો

ADVERTISEMENT

gujarattak
social share
google news

Ahmedabad News: અમદાવાદમાં એક વિચિત્ર બનાવ બન્યો છે. અત્યાર સુધી તમે કોઈ પતિ તેની પત્નીને ખાધાખોરાકી માટે પૈસા ચૂકવતો હોવાનું સાંભળ્યું હશે, પરંતુ અમદાવાદની ફેમેલી કોર્ટે એક અરજી પર સુનાવણી કરતા પત્નીને તેના પતિને ખર્ચ પેટે રૂ. 25 હજાર 2 મહિનામાં ચૂકવવાનો સ્પષ્ટ આદેશ આપ્યો છે.

યુવકને યુવતી સાથે થયો પ્રેમ

આ કેસ વિશે મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં રહેતા યુવકને કોલેજમાં એક યુવતી સાથે પ્રેમ થયો હતો. જે બાદ યુવતીએ આ અંગે પોતાના પરિવારજનોને વાત કરી હતી અને લગ્ન કરાવવા જણાવ્યું હતું. જોકે, પરિવારજનોએ લગ્ન કરાવવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. જે બાદ બંનેએ વર્ષ 2014માં પરિવારજનોની વિરુદ્ધ જઈને પ્રેમ લગ્ન કરી લીધા હતા.

લગ્ન બાદ નાની-નાની બાબતે ઝઘડતી પત્ની

લગ્નના થોડા સમય બાદ જ પત્ની નાની-નાની વાતે યુવક અને તેની વૃદ્ધ માતા સાથે ઝઘડો કરતી હતી. પત્ની યુવકને ભાડાના મકાનમાં રહેવા માટે દબાણ કરીને ઝઘડો કરતી હતી. ત્યારે પતિ કહેતો કે ‘મારી માતાની ઉંમર થઈ ગઈ છે, આટલી ઉંમરે તેને છોડીને અલગ રહેવા જવું ન જોઈએ, તેની સેવા કરવી જોઈએ.’ જોકે, પત્ની કોઈ વાતે સમજવા માટે તૈયાર ન થઈ. આખરે કંટાળીને પતિ વૃદ્ધ માતાને છોડીને પત્ની સાથે ભાડાના મકાનમાં રહેવા જતો રહ્યો હતો. ત્યાં પણ પત્ની નાની-નાની વાતે ઝઘડો કરતી હતી. થોડા સમય બાદ પિયરિયા સાથે સમાધાન થઈ જતાં પત્ની પિયર જતી રહી હતી.

ADVERTISEMENT

પતિ સાથે ઝઘડો કરીને કાઢી મૂક્યો

જ્યારે પતિ તેને લેવા ગયો તો પત્નીએ આવવાનો ઈનકાર કરી દીધો હતો. વર્ષ 2015માં તેણે જોડિયા બાળકને જન્મ આપ્યા બાદ પતિ પોતાના બાળકોને જોવા માટે ગયો હતો. ત્યારે પત્ની અને તેના પરિવારજનોએ ઝઘડો કર્યો હતો અને ઝઘડો કરીને કાઢી મૂક્યો હતો.

કંટાળી યુવકે છૂટાછેડા માટે કરી અરજી

જેના થોડા દિવસ બાદ પતિ તેની પત્નીને ઘણી સમજાવીને બાળકો સાથે ઘરે લાવ્યો હતો. એના થોડા દિવસ બાદ જ પત્નીના પરિવારજનો ઘરે આવીને પતિને માર મારીને પરિણીતા અને બાળકોને લઈને જતા રહ્યા હતા. આખરે કંટાળીને યુવકે છૂટાછેડા માટે ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી. તો સામે પત્નીએ ખાઘાખોરાકી પેટે રૂ.35 હજાર ખર્ચ પેટે માંગ્યા હતા.

ADVERTISEMENT

કોર્ટમાં યુવકે કરી રજૂઆત

આ કેસની સુનાવણી દરમિયાન યુવકે કોર્ટમાં રજૂઆત કરતા કહ્યું હતું કે, ‘હું મોબાઈલનું રિપેરિંગ કરીને અને છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવું છું. મારી પત્ની નાની-નાની બાબત પર મારી સાથે ઝઘડા કરે છે. પત્ની મને બાળકોને મળવા દેતી નથી, તેણે મારા સ્વેચ્છાએ ત્યાગ કરેલો છે. હું મારી વૃદ્ધ માતાની સેવા ચાકરી કરવા વાળો એકલો જ છું.’

ADVERTISEMENT

પત્નીને આપ્યો આદેશ

 

યુવકની રજૂઆત બાદ ફેમિલી કોર્ટે આકરું વલણ અપનાવીને પત્નીની અરજીને ફગાવી દીધી. જે બાદ કોર્ટે પત્નીને ખર્ચ પેટે રૂ. 25 હજાર તેના પતિને 2 મહિનામાં ચૂકવી આપવાનો આદેશ કર્યો છે.

    follow whatsapp

    ADVERTISEMENT