કરોડોમાં કમાણી કરતા અમદાવાદના બિલ્ડરે કરી વીજચોરી, અધિકારીએ ફટકાર્યો લાખોનો દંડ

ADVERTISEMENT

gujarattak
social share
google news

વિરેન જોશી/લુણાવાડા: ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના પટ્ટણ ગામ તેમજ આજુબાજુના 17 ગામોને પીવાનું શુદ્ધ પાણી અમદાવાદના એક બિલ્ડરને ટેન્ડર મુજબ કાપ સોંપાયું હતું. જોકે આ બિલ્ડરે કામ માટે જરૂરી વીજળી માટે સીધું વીજપોલમાંથી જ ગેરકાયદેસર કનેક્શન લઈ લીધું. MGVCL દ્વારા તપાસમાં વીજચોરી પકડાતા બિલ્ડરને 9 લાખ 86 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

બિલ્ડરને મળ્યો હતો 4.38 કરોડનો કોન્ટ્રાક્ટ
લુણાવડા તાલુકામાં આવેલા પટ્ટણ ગામ ખાતે પીવાના શુદ્ધ પાણી માટે ડિસ્ટ્રીબ્યૂશન સેન્ટર બનાવવા રૂ. 4.38 કરોડના ખર્ચે અમદાવાદના શિવમ બિલ્ડર્સને કામ સોંપવામાં આવ્યું હતું. જોકે બિલ્ડર દ્વારા MGVCL પાસેથી વીજ કનેક્શન માગ્યા વિના જ વીજ પોલ પરથી ગેરકાયદેસર કનેક્શન મેળવીને વીજચોરી કરવામાં આવી રહી હતી. આ બાબતની જાણ થતા લુણાવાડાના નાયબ કાર્યપાલ ઈજનેર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

ADVERTISEMENT

વીજચોરી પકડાતા અધિકારીએ કર્યો દંડ
ચેકિંગ દરમિયાન બિલ્ડરની વીજચોરી પકડાઈ ગઈ હતી. જેથી MGVCL દ્વારા આ બિલ્ડરને રૂ.9 લાખ અને 86 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. કોન્ટ્રાક્ટરની કામગીરી પૂરી થવાની હતી છતાં તેણે આજ સુધી વીજ કનેક્શનની માગણી કરી ન હતી અને લાંબા સમયથી આ વીજચોરી ચાલી રહી હતી. એવામાં હવે પાણી પુરવઠા બોર્ડ દ્વારા આવા વીજચોર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે ખાસ જોવાનું રહેશે.

    follow whatsapp

    ADVERTISEMENT